Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાવનગરઃ રાજયની વિકલાંગ બાળકોની શાળામાં શિક્ષકોની ખલી પડેલ જગ્યા ભરવા માંગ

ભાવનગર, તા., ૧૪: સમગ્ર રાજયની જુદી જુદી ખામી ધરાવતા ૧૬પ થી વધુ વિકલાંગ બળકોની ખાસ શાળાઓમાં ર૦૦૬ માં ર૪૯, વર્ષ ર૦૧૦માં ર૪૧ અને વર્ષ ર૦૧૬માં પ૪ જગ્યાઓ અનુક્રમે વર્ષે ર૦૦૬માં ર૪૯, વર્ષ ર૦૧૦માં ર૪૧ અને વર્ષ ર૦૧૬માં પ૪ જગયાઓ મળી રાજયના સમાજ સુરક્ષા ખહાતા દ્વારા કુલ પ૪૪ જગ્યાઓ રદ કરવામાં આવી છે. પરીણામે ૧૬પ થી વધુ વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં લગભગ ૩૦ ટકા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કુલ મંજુર થયેલ જગ્યાઓ પૈકી લગભગ ૩૦ ટકા શિક્ષકોની ખાલી પડેલ જગ્યાઓ રદ કરી દેવામાં આવતા ર૦,૦૦૦ થી વધુ બાળકોનું ભાવી અધ્ધરતાલે ચાલે છે. બાળકોને ગુણવતાયુકત શિક્ષણ પુરૂ પાડવા ખાસ શાળા ચલાવતા ટ્રસ્ટો પોતાના ભંડોળમાંથી શિક્ષકો રોકી આવા બાળકોને ભણાવવાનું કાર્ય કરી રહયા છે. પરીણામે આવા ટરસટોનું આર્થીક ભારણ વધ્યુ છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ રાજય સરકારને રદ કરવામાં આવેલ જગ્યાઓ પુનર્જીવીત કરવા સંસ્થાઓ દ્વારા અવારનવાર રજુઆત કરવામાં આવે છે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીને ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળી રજુઆત કરી હતી. તેમજ મુખ્યમંત્રીશ્રીએ પ્રશ્નોનો સુચારૂ ઉકેલ લાવવા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલસાથે બેઠક ગોઠવી આપી હતી. પરંતુ આજદિન સુધી તેમાં કોઇ ધારી પ્રગતી થઇ શકી નથી ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ રાજયશાખાની તા.૯-૭-ર૦ર૦ને ગુરૂવારના રોજ બપોરના ૩ કલાકે મળેલ ઓનલાઇન બેઠકમાં તમામ જિલ્લા શાખાના પ્રતિનિધિઓએ સર્વાનુમતે પ્રતિનિધિ મંડળ નિયુકત કરી પ્રશ્નોનો સુચારૂ ઉકેલ લાવવા ચળવળ ચલાવવા સંમતી આપી હતી.

આ અંગે ગુજરાત અપંગ સંચાલક સંઘના પ્રમુખ લાભુભાઇ સોનાણીએ બેઠકમાં જણાવ્યું હતું કે વિકલાંગ બાળકોના શિક્ષણના હિતમાં અવાજ ઉઠાવવામાં નહી આવે તો આવતા દિવસોમાં આવી શાળાઓ શિક્ષક વિહોણી બની જશે.

બેઠકમાં જોડાયેલ તમામ જીલ્લાના પ્રતિનિધિઓએ ઉચ્ચ સ્તરે રજુઆત કરવા પોતાનો ટેકો આપ્યો હતો. જયારે આ પ્રશ્ને અંધજન મંડળ અમદાવાદના ઓફીસ સેક્રેટરી શ્રી ભુષણ પનાણી આ અંગે ચાલતી ગુજરાત હાઇકોર્ટની મેટર અંગેની વિગતો આપી હતી.

(11:43 am IST)