Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જસદણના આંબરડી ગામે જુગાર રમતા આઠ પતાપ્રેમીઓ પકડાયા

૬૩ હજારનો મુદામાલ કબ્જે : તમામ સામે કોરોના સંક્રમણના જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરાયો

રાજકોટ, તા. ૧૪ :  જસદણના આંબરડી ગામે જાહેરમાં જુગાર રમતા ૮ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના આંબરડી ગામે બંધ મકાનની પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પી.આઇ. કે.એન. રામાનુજના માર્ગદર્શન હેઠળ પો.કો. રેવાભાઇ ખાંટ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વજુ બાવકુભાઇ ખાચર રે. ગઢાળા તા. વિંછીયા, સુરેશ વિરજીભાઇ સાપરા, રે. ગોડલાધાર, સુરેશ હાજાભાઇ ગરણીયા રે.ગઢાળા, વિનુ પાંચાભાઇ બારૈયા રે. બાસકોલીયા, તા. વિંછીયા, શંભુ કેશુભાઇ સોલંકી, રમેશ કાળુભાઇ રાઠોડ ઠાકરશી કલ્યાણભાઇ ઓતરાદી તથા ઘુઘા મેઘાભાઇ ઝાલા રે. તમામ આંબડીને રોકડા રૂ. ર૧પ૩૦ તથા બે બાઇક મળી કુલ ૬૩૦૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તમામા શખ્સો સામે જુગારધારા ઉપરાંત કોરોના રોગચાળા સંદર્ભે અપીલમાં જાહેરનામા ભંગ સબબનો પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. (

(11:41 am IST)