Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મોરબી, રાજુલા, બગસરામાં નવા ચીફ ઓફિસરની નિમણૂક

સરકાર દ્વારા ૮ અધિકારીઓની બદલીના હુકમ

રાજકોટ તા. ૧૪ : રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નાયબ સચિવ શ્રીમતિ ભકિત શામળની સહિથી નગરપાલિકાઓના ચીફ ઓફિસર કક્ષાના ૮ અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.  હેમંત બી. પટેલ પોરબંદર - છાંયામાં, સંજય પંડયા સુરેન્દ્રનગર - દૂધરેજ - વઢવાણ પાલિકામાં, વાંકાનેરના ગિરીશ સરૈયા મોરબી પાલિકામાં (વાંકાનેર પાલિકામાં વધારાનો ચાર્જ રહેશે), મોરબીના કલ્પેશ ભટ્ટ ખેડબ્રહ્મામાં, બગસરાના ભાવના ગોસ્વામી - રાજુલામાં અને રાજુલાના ઉદય નસિતને બગસરા નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

(11:40 am IST)