Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જામનગર જિલ્લા તાલુકા પંચાયતની ચુંટણી નજીક આવતા રાજકીય ગરમાવો

રાજકીય પંડીતોમાં અત્યારથી જ સીટો માટેના નામની અટકળો લગાવા માંડી

જામજોધપુર,તા.૧૪: જિલ્લા તાલુકા પંચાયતની ચુંટણીના ગણતરીના જ મહિનાઓ જ બાકી હોય જામજોધપુર પંથકમાં રાજકીય ગરમાવો ભર ચોમાસે આપી ગયો છે. રાજકીય પંડિતોની નજરે અનેક માથાના નામોની ચર્ચા થવા લાગી છે.

જેમાં મોટી ગોપ જીલ્લા પંચાયત સીટ ઉપર સીટીંગ ઉમેદવાર હેમતભાઇ હરદાસભાઇ ખવા ફરી મેદાનમાં ઝુકાવશે. તેમ જ હાલ ગીંગણીની જિલ્લા પંચાયતની સીટ પણ ચર્ચાના કેન્દ્રસ્થાને છે.

આ સીટ પર પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટ તેમ જ મોટુ ગણાતું રાજકીય માથું એસઆરપી (રમેશભાઇ સાપરિયા) ફરીથી સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.

ત્યારે આ સીટ પર ગત વખત નજીવા મતે હારી ચુકેલ ખુશાલભા ફરી મેદાનમાં આવશે કે કેમ તે ચર્ચા સ્થાને છે તેમજ આ સીટ ઉપર માર્કેટીંગ યાર્ડના પ્રતિષ્ઠીત વેપારી તેમજ સામાજીક ક્ષેત્ર જોડાયેલ એક રાજકીય માંધાતાનું નામ પણ હાો ચર્ચામાં છે.

સ્વ. એડવોકેટ જયેન્દ્ર મકવાણાના ધર્મપત્ની દક્ષા બહેન મકવાણાનું નામ પણ ચર્ચામાં છે. સ્વ. એડવોકેટ જયેન્દ્રભાઇ મકવાણા વર્ષો થયા રાજકારણમાં જોડાયેલ હતા. આ ઉપરાંત એડવોકેટ તેમજ સરપંચ અરવિંદભાઇ બગડા પણ જિલ્લા તાલુકાની ચુંટણી લડવા ઉત્સુક છે. ત્યારે ચર્ચાતી વિગત મુજબ આ વખતે ભાજપ કોંગ્રેસમાંથી અનેક મોટા માથા ચૂંટણીમાં ઝુકાવવાના હોય કોનુ પતુ કપાશે તે તો આગામી સમય જ કહેશે.

(11:39 am IST)