Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગોંડલમાં ટ્રાફીક નિયમનનું પાલન હળવું કરવા એસ.પી ડેપ્યુટી કલેકટરને રજુઆતઃ પ્રતિપાલસિંહ ઝાલા

ગોંડલ,તા. ૧૪: કોરોના મહામારીને લીધે દેશભરમાં લોકોના આવકના સાધનો છીનવાઇ ચુકયા છે. ગોંડલ શહેરના લોકો એક તરફ આ મહામારીથી બચવા માટેના ખર્ચની સાથે ધંધો-રોજગાર ચાલુ કરવાની મથામણ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોઇ આવક વગર લોકો પોતાના બાળકોની શાળાની ફ્રી તથા લાઇટબીલ, વેરાબીલ, જેવા તમામ પ્રકારના બીલ ભરવા માટે પૈસાનો જુગાડ કરી રહ્યા છે. ત્યારે ડેપ્યુટી કલેકટર રાજેશ આલને માસ્ક અર્પણ કરેલ.

આવા સમયે પોલીસ તંત્રના ટ્રાફીક વિભાગ દ્વારા ટ્રાફીક નિયમનનો કડક અમલ કરવા માટે દંડ ફટકારે છે. આ મામલે કૈલાશબાગ સોસાયટીમાં રહેતા આશિષધાઇ કુંજડીયા અને પ્રતિપાલસિંહ ઝાલાએ ટ્રાફીક નિયમોનું પાલન હળવું કરવા અંગે રાજકોટ એસ.પી. કચેરી અને ગોંડલ ડેપ્યુટી કલેકટરને લેખીતમાં રજુઆત કરેલ તેમ આશિષભાઇ કુંજડીયા અને પ્રતિપાલસિંહ ઝાલાની યાદીમાં જણાવેલ છે.

(11:38 am IST)