Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઓખા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ અન્વયે પોશ નાશક કામગીરી કરાઇ

ઓખા : ડેન્ગ્યુ વિરોધી માસ અન્વયે ઓખા મેડીકલ ઓફીસર ડો.મનીષ કામોઠીના માર્ગદર્શન હેઠળ ઓખા વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને પોશ નાશક કામગીરી કરી રહ્યુ છે જેમાં વાહકજન્ય રોગો જેવા કે ચિકનગુનીયા, મેલેરીયા, ડેન્ગ્યુ વગેરેને અટકાવવા દરેક ઘરમાં પીવાના પાણી ગરમ કરી પીવા તથા વાપરવાના પાણીના પાત્રો ઢાકીને રાખવા તથા આજુબાજુમાં ખાડા ખાબોચીયામાં ભરાવયેલા પાણીમાં બળેલુ ઓઇલ, કેરોશીન નાખી મચ્છરોના ઉપદ્રવને અટકાવવા અનુરોધ કર્યો હતો. તમામ વિસ્તારોમાં વરસાદના પાણીના બી ટી આઇ છંટકાવની કામગીરી પણ શરૂ કરેલ છે. આ કામગીરીમાં લોકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી. તસ્વીરમાં કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ તથા ઇન્સેટ તસ્વીરમાં ડો.મનીષ કામોઠી નજરે પડે છે.

(11:38 am IST)