Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાવનગર શિશુવિહારમાં અનુભવ તાલીમ વર્ગ યોજાયો

ભાવનગર તા.૧૪ : શિશુવિહાર બાલ મંદિરના ઉપક્રમે ૭૬ મો અનુભવ તાલીમ વર્ગ તથા ૧૨જ્રાટ જાગ્રત વાલી તાલીમ કાર્યક્રમ તારીખ ૧૧ જુલાઈએ સંસ્થા પ્રાંગણમાં યોજાયો.ડોકટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર ના સંયોજનથી શરૂ થયેલ તાલીમ છ માસ માટે રહેશે .

જે મા-બાપ પોતાના બાળકના સ્વસ્થ નાગરિક તરીકેના ઉછેરને પ્રાધાન્ય આપે છે તેઓને વૈજ્ઞાનિક રીતે બાળ ઉછેરની પદ્ઘતિઓથી વાકેફ કરવામાં આવશે. તેમ જે બહેનો ભવિષ્યમાં બાલમંદિર પ્રવૃત્ત્િ। સાથે જોડાવા માગે છે તેઓને પણ પદ્ઘતિસરનું શિક્ષણ આપી બાલમંદિર સંચાલન અંગે કેળવણી અપાશે .

આ બંને કાર્યક્રમો માં ૫ અનુભવ તાલીમ વર્ગ ની બહેનો તેમજ ૧૦ જાગ્રત મા-બાપોને પ્રવેશ આપવામાં આવેલ છે અને સત્ર ના અંતે તાલીમી હાજરી તથા પરીક્ષા આધારે રૂપિયા ૬૦,૦૦૦ ની સ્કોલરશીપ પણ આપવામાં આવશે .શીશુવિહાર સંસ્થાનાઙ્ગઆ પ્રયત્નને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને વર્તમાન સ્થિતિ વચ્ચે પણ દોગાજઙ્ગ દૂરી અને માસ્ક ની જાળવણી કરીને વાલીઓએઙ્ગ પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.બાલમંદિર નાઙ્ગ આચાર્યશ્રી ચંદ્રિકાબેન બહેન દ્વારા સ્વાગત તથા સંસ્થાના મંત્રીશ્રી ડોકટર નાનકભાઈ ભટ્ટ દ્વારા રજુ કરવામાં આવેલ ભૂમિકા થી શરૂ થયેલ કાર્યક્રમ નું સંકલન અંકિતા બહેને કર્યું હતું.

(11:35 am IST)