Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગોંડલના સહકારી આગેવાનો રાજકોટ જિલ્લા સહ બેંકમાં બિનહરીફ ચુંટાયા

ગોંડલ તા.૧૪ : ગોંડલ માર્કેટયાર્ડના ડીરેકટર મગનભાઇ ધોણીયા તેમજ ગોંડલ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવિણભાઇ રૈયાણી રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં બિનહરીફ ચુંટાતા તેમને ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન ગોપાલભાઇ શીંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા તથા હરેશભાઇ વાડોદરીયા તથા તમામ ડીરેકટરોએ અભિનંદન પાઠવેલ છે.

મગનભાઇ જીલ્લા સહકારી બેંકમાં ડીરેકટર તરીકે તેમજ ગોંડલ માર્કેટયાર્ડમાં છેલ્લા ૩૫ વર્ષથી ડીરેકટર તરીકે સેવા આપી રહેલ છે. તેમને કૃભકો દિલ્હી તરફથી સહકારીતા વિભુષણનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. પ્રવિણભાઇ રૈયાણી પણ ગોંડલ જૂથ સેવા સહકારી મંડળમાં પ્રમુખ તરીકે તેમજ રાજકોટ જીલ્લા સહકારી સંઘમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી રહેલ છે.

(11:34 am IST)