Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઉમિયાધામ સીદસર વેણુ નદી પરનો પુલ સંપુર્ણ પણે બંધ કરાયો : તમામ વાહનો વાયા ધ્રાફા થઇને કર્યા ડાયવર્ટ

પાનેલીથી ૨૬ કીમી ફરીને જવુ પડશે : જામજોધપુર વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી

જામજોધપુર તા.૧૪ : મોટી પાનેલી : જામજોધપુર પાનેલી વચ્ચે આવેલ સીદસર ગામ પાસેથી પસાર થતી વેણુ નદી પરના રાજાશાહી વખતના અંદાજે પિન્ચયાસી વર્ષ જુના મેજર બ્રિજનાઙ્ગ પિલ્લરમાં ભારે ડેમેજ સર્જાતા તંત્રએ ભારે વાહનોને પસાર થવા પ્રતિબંધ મુકયો હતો પરંતુ સતત ત્રણ દિવસ સુધી ત્રીસેક ઇંચ જેટલો વરસાદ આ વિસ્તાર માં પડતા નદીમાં ભારે પૂર આવેલ જેને પગલે ચાલીસેક ફૂટ ઊંચા પુલ સુધી પાણી પહોંચી ગયેલ જેને પગલે પિલ્લરો માં ભારે ડેમેજ સર્જાતા પિલ્લર સાવ જર્જરિત હાલતમાં દેખાયેલ છે અને પિલ્લરની અંદર ની સાઈડના બાંધકામ માં કારા ટોળાના પથ્થર અને માટી થી ચણતર કરેલ સ્પષ્ટ જોવા મળતા અકિલા ના રિપોર્ટર સાહસ કરી નદીની નીચે દ્યસમસતા પાણીમાં જઈને ડેમેજ થયેલ પિલ્લર નું નિરીક્ષણ કરતા પરિસ્થિતિ ગંભીર હોવાનું માલુમ પડેલ અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના માલુમ પડેલ જેને લઇ અહેવાલ પ્રગટ કરતા તાત્કાલિક અસરથી તંત્ર સફાળું જાગ્યુ હતું અને ગાંધીનગર અને જામનગર થી અધિકારી દોડાવ્યા છે.

 જેમણે પણ સલામતી અને તકેદારીને ગંભીરતાથી ધ્યાનમાં લઈને પુલની ગંભીર હાલત અને પરિસ્થિતિ ને ચકાસી અહેવાલને ફોલો કરી પુલને બંને બાજુથી તત્કાલ બંધ કરી દેવામાં આવેલ છે જામજોધપુરઙ્ગ અને પાનેલી સહીત ઠેક ઠેકાણે રૂટ ડાઇવર્ટ હોવાના બેનર પણ લગાવવામાં આવેલ છે અનેઙ્ગ તમામ પ્રકારના વાહનોને પાનેલીથી વાયા વલાસણ ધ્રાફા થઈને લગભગ છવ્વીસ કિમિ ફરીને જામજોધપુર જવાશે જયારે પાનેલી થી જામજોધપુર ચૌદ કિમિ નું અંતર થાય છે ત્યારે રોજના હજારો વાહન ચાલકો આ વિસ્તાર માંથી પસાર થતા હોય એમને ભારે પરેશાની ભોગવવી પડશે ત્યારે વિકલ્પ રૂપે મંદિરની સામેના બેઠા પુલ પરથી વાળીનો રસ્તો જો મેટલીંગ કરી પહોળો કરવામાં આવેતો નાના વાહનો આશાની થી નીકળી શકે અને મોટો પ્રશ્ન એ રહેશે કે પાનેલી થી વલાસણ તરફનો રસ્તો સિંગલ પટ્ટી છે ત્યારે શું ચોમાસા માં સિંગલ પટ્ટી ના આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા કે કોઈ અકસ્માત નહીં સર્જાય?ઙ્ગ

આ અંગે ગાંધીનગર થી આવેલા આર.એન્ડ બી શાખાના અધિકારી  એસ.આર.શાહ સાથે વાત કરતા જણાવેલ કે હાલ આવી પરિસ્થિતિ માં રસ્તો ચાલુ કરવો હિતાવહ નથી તમામ પરિસ્થિતિ ની જાણકારી ઉપર લેવલે જણાવી મિનિસ્ટર શ્રી સાથે વાત કરી કોઈપણ વ્યવસ્થા ઉભી કરવા જણાવશું.

આ અંગે સીદસર સરપંચ શ્રી ભરતભાઈ માકડીયા અને પાનેલી ઉપસરપંચ શ્રી બધાભાઇ ભારાઈ એ તાત્કાલિક રજૂઆત કરી હજારો વાહન ચાલકોની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી નાવા પુલ નું નિર્માણ તાત્કાલિક કરવા જણાવેલ છે સીદસર સરપંચ શ્રી ના જણાવ્યા મુજબ જામજોધપુર તાલુકાના તમામ લોકો મેડિકલ સુવિધા માટે ઉપલેટા અને રાજકોટ જ જતા હોય જો કોઈ ઇમરજન્સી સારવારની જરૂરિયાત ઉભી થશે તો સીદસર તેમજ બાજુના ગીંગણી માલવડા નાગરામજનો ને ભારે પરેશાની ઉભી થય શકે છે અને સીદસર થી પાનેલી ફરીને જવું પડે તો ચાર કિમિ ને બદલે પાંત્રીસ કિમિ ફરવું પડે માટે તંત્રએ તાત્કાલિક કોઈ વૈકલ્પિક રસ્તો બનાવે તેવી પ્રચંડ લોક માંગ ઉઠી છે

(11:34 am IST)