Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઉપલેટામાં વાડીમાં ચાલતો જુગાર ધામમાં દરોડો ૯ને રૂ. ૧,૮ર,૬પ૦ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ

ઉપલેટા, તા. ૧૪ : અહીંયા તાલુકાના વાડલા ગામની સીમમાં સુરાવો વિસ્તાર આવેલ વાડીમાંની જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે પોલીસે  રેડ કરતા ૯ને રૂ.૧,૮ર,૬પ૦ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.

આ અંગે વિગત એવા પ્રકારની છે. વાડલા ગામની સીમા સુરાવો વિસ્તારમાં આવેલ રામભાઇ દેવા ભારાઇની વાડીમાં રેડ કરતા વાડી માલીક (૧) રામભાઇ ભારાઇ (ર) ઉમેશ પરબત ચન્દ્રવાડીયા રે. ઉપલેટા (૩) જયદીપ કાનજી ચન્દ્રવાડીયા રેે. ઇસરા (૪) મગન જયંતી જાદવ રે. ઉપલેટા (પ) હમીર ગોવા ગોયલ રે. ઉપલેટા (૬) વેલજી વરસરામ દેલવાડીયા, ધોરાજી (૭) વિજય વિનોદ સુવા રે. ઉપલેટા (૮) છગન ખીમજી ગોહીલ -ધોરાજી (૯) અલ્પેશ કરશન સુવા રે. ઉપલેટાની ધરપકડ કરેલ છે. જેમાં રૂ. ૬પ,૧પ૦ રોકડા તથા મોબાઇલ નંગ-૪ કિંમત રૂ. ર૭,પ૦૦ તથા મોટર સાયકલ નંગ-૪ કિંમત રૂ. ૯૦,૦૦૦ કુલ મળીને રૂ.૧,૮ર૬પ૦ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે.

દેશીદારૂ સાથે ધરપકડ

ઉપલેટા અહીયા સ્વામિનારાયણ સોસાયટી પાસે રહેતા કિશન અશોક કોળીને પો.જ. દિનેશભાઇ ગોંડલીયાએ દેશીદારૂ લીટર ૧૩ કિંમત રૂ. ર૬૦ સાથે ધરપકડ કરેલ છે. વધુ તપાસ પો.જ.કે.કે. સૈયદએ હાથ ધરેલ છે.

(11:33 am IST)