Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઉનામાં ર કલાકમાં ર ઇંચ તથા ગીરગઢડા પંથકમાં પ કલાકમાં ૪ ઇંચઃ મછૂન્દ્રી ડેમમાં ૧ ફુટ નવુ પાણી

ઉનામાં ગોઠણબુડ પાણી ભરાયેલઃ ગ્રામ્ય વિસ્તારમાં બેઠા પુલ ઉપર પાણી વહેતા થયાઃ રાવલ ડેમનો એક દરવાજો ખોલ્યો

ગીરગઢડા પાસે પુરમાં કાર તણાયઃ ચાલકનો બચાવ : ઉના : ગીરગઢડા પાસે ખીલવાડ ગામના પુલ ઉપર પુરના પાણી ફરી વળતા કાર તણાય હતી ચાલક બચી ગયેલ છે. કાર તણાયેલ તે તસ્વીર નીચે તસ્વીરમાં ઉનામાં ભરાયેલ પાણી નજરે પડે છે. (પ-૪)

ઉના તા. ૧૪ :.. શહેરમાં બે કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ વરસતાં ગોઠણડુબ પાણી ભરાયા ગયા હતાં. ગીરગઢડા શહેર તથા ગ્રામ્ય પંથકમાં પાંચ કલાક ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાવલ ડેમ ૧ દરવાજો ૦ાા ફુટ ખોલવામાં આવેલ છે.  મછૂન્દ્રી ડેમમાં ૧ ફુટ પાણી આવતા ૮.૩૦ મીટર ભરાયો છે હેઠાણવાળા ર૦ થી વધુ ગામોને સાવચેત કરાયા હતાં.

ગઇકાલે સાંજે પાંચ વાગ્યાથી ધોધમાર સુપડાધારે વરસાદ વરસવો શરૂ થતાં સાંજે ૭ વાગ્યા સુધીમાં ર ઇંચ વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તાર સુર્યમુખી હનુમાન મંદિર, આનંદ બજાર, વરસીનગર રોડ ત્થા ચંદ્રકિરણ સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા છે. તેમજ તાલુકાના દેલવાડા, સીમર સૈયદ રાજપરા, અંજાર, વાસોજ, પાલડી, આમોદ્રા, ભાયા, કંસારી, ખાપટમાં પણ ૩ ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ગામડામાં બેઠા પુલ ઉપર પાણી વહેતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો.

ગીરગઢડા ગામ તથા જંગલમાં બાબરીયા, થોરડી, ભાખા ઝાખીયા ઉમેદપરા, સનવાવ, દ્રોણ, ફાટસર, ઇટવાયા, કોદીયા, અંબાડા વિગેરે ગામોમાં બપોરના ૩ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪ ઇંચ વરસાદ વરસી ગયો છે.

ઉના-ગીરગઢડા - દિવને પાણી પુર પાડતો રાવલ ડેમ ૧૭.૭૦ મીટર પાણી લેવલ જાળવવા ૧ ફુટ ૧ દરવાજો ખુલ્લો રખાયો હતો. તેમજ મછૂન્દ્રી ડેમમાં ઉપરવાસ વરસાદથી ૧ ફુટ નવુ પાણી આવતા ૮.૩૦ મીટર ૮પ ટકા ભરાઇ ગયો છે. ૧૦ મીટરે ઓવરફલો થાય છે. તેથી નીચાણવાળા ર૦ થી વધુ ગામોને સાવચેત કરાયા છે. દ્રોણેશ્વરનો પીકવીયર ડેમ ફરી ઓવર ફલો થતા ઉનાની મછુન્દ્રી નદીમાં પાણી આવેલ છે.

(11:32 am IST)