Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગારીયાધારમાં રખડતા ભટકતા શાખપુરના શખ્સની લાશ મળી

ગારીયાધાર તા. ૧૪ :.. જૂના બેલા રોડ ખાતે ખારા વિસ્તારમાં લાંબા સમયથી ગારીયાધારમાં રખડતા ભટકતા શાખપુર ગામના રાજૂભાઇ ગણેશભાઇ ભલર (ઉ.પ૦) ની લાશ મળી આવી હતી.

પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતકના પિતા દ્વારા તેના પુત્રને કોઇ સાથે વાંધા - વચકા ન હોવાનું અને પાંચ વર્ષથી ઘર છોડી ચાલ્યા ગયા હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. પોલીસ તપાસમાં પણ આ આઘેડનું કુદરતી મોત થયાનું જાણવા મળ્યું હતું.

(11:31 am IST)