Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મોરબીની કેનાલમાં રિક્ષા ખાબકી ચાલકનો બચાવ

મોરબીઃઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક રીક્ષા ખાબકી હતી રીક્ષાચાલક અહીંથી પસાર થતો હોય ત્યારે અચાનક રીક્ષા કેનાલમાં ખાબકી હતી જોકે હાલ કેનાલમાં પાણી ના હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ના હતી અને અકસ્માતમાં રિક્ષાચાલકનો પણ આબાદ બચાવ થયો હતો રીક્ષા કેનાલમાં ખાબકતા સ્થાનિક અગ્રણી ભાવેશભાઈ કણઝારીયાએ અન્યની મદદથી રીક્ષા બહાર કાઢવામાં સહાયતા કરી હતી તો ચાર દિવસ પૂર્વ અહી ગાય પણ કેનાલમાં ખાબકી હોવાની માહિતી મળી છે આમ ખુલ્લી કેનાલ અકસ્માતો સર્જી રહ્યું છે ત્યારે મોટી દુર્ઘટના રોકવા તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે. પુલ નીચે ખાબકેલી રિક્ષાની તસ્વીર. (તસ્વીર-અહેવાલઃ પ્રવિણ વ્યાસ.મોરબી)

(11:31 am IST)