Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઉનાનું ગુપ્તપ્રયાગ તીર્થધામ પણ પાણીમાં ગરકાવ ભારે વરસાદથી પાડરૂકા ગામ બેટમાં ફેરવાયું :દેલવાડાની ગોદરા ચોકની સોસાયટીમાં પાણી ઘુસ્યા

    ઉના પંથકમાં ભારે વરસાદને પગલે પાદરૂકા ગામ બેટમાં ફેરવાયું હતું. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસી જતા લોકોની હાલાકી વધી હતી. બીજી તરફ ઉનાના દેલવાડા કોઝવે પર જળ સપાટી વધતા દેલવાડાના ગોદરા ચોકની સોસાયટીમાં પાણી ભરાયા હતા. પાણી નિકાલની કોઇ વ્યવસ્થા હોવાથી રહીશોની મુશ્કેલી વધી હતી. ઉનાનું સુપ્રસિદ્ધ ગુપ્તપ્રયાગ તીર્થધામ પણ પાણીમાં ગરકાવ થયું હતું. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે તીર્થધામના તમામ કુંડ પાણીથી ભરાઇ ગયા હતા.

(8:04 pm IST)