Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઉનામાં અનરાધાર વરસાદથી મછુન્દ્રી નદીમાં નવા નીરની આવક :નીચાળવાળા ગામોને એલર્ટ :પાલડી ગામમાં પાણી ઘુસ્યા

ગીર સોમનાથ જિલ્લાનો ઉના પંથક સૌથી વધુ પ્રભાવિત થયો છે. ઉના પંથકમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદને કારણે મચ્છુન્દ્રી નદીમાં નવા નીરની આવક થતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. ઉનાના દરિયાઇ કાંઠામાં ભારે વરસાદથી પાલડી ગામમાં પાણી ફરી વળ્યા હતા. દરિયાની ભરતી અને વરસાદી પાણી ધસમસતા વેગે ગામમાં ઘુસી જતા ગામમાં જાણે કે નદીઓ વહેતી થઇ હતી.

(7:58 pm IST)