Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજે હળવાથી ભારે ઝાપટાઃ ચુડામાં ૧ ઇંચ અને ધારીમાં અર્ધો ઇંચ

રાજકોટઃ  અમરેલી જામનગર અને  સુરેન્દ્રનગર જિલ્લામાં  સાંજે ૪ વાગ્યા બાદ હળવાથી ભારે ઝાપટા વરસી ગયા હતા.જિલ્લા કંટ્રોલ મુજબ સાંજે  ૪ થી ૬ માં નોંધાયેલ વરસાદ આ પ્રમાણે છે.અમરેલી જિલ્લામાં ધારી ૧૪ મીમી, ખાંભા ર મીમી, લાઠી ૪ મીમી,તથા સાવરકુંડલામાં ૩ મીમી.જામનગર જિલ્લામાં કાલાવડ પ મીમી, જામજોધપુર ૧૦ મીમી, તથા સુરેન્દ્રનગર જિલ્લા ચુડામાં રપ  મીમી અને સાયલામાં ૯ મીમી નોંધાયો છે.સૌરાષ્ટ્રમાં અન્યત્ર વાદળિયુ હવામાન છે.

(7:49 pm IST)