Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઘેડ વિસ્તારમાં ધોધમારઃ માણાવદરના થાનીયાણામાં ૧ર ઇંચ

ઓઝત નદીમાં ઘોડાપુરઃ ઘુંઘવી નદી બેકાંઠેઃ અનેક ચેક ડેમો ઓવરફલો

રાજકોટ તા. ૧૪ :.. ઘેડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડયો છે. આજે સવારથી ગાજવીજ સાથે  બામણશા ગીરથી અમરેલી પટ્ટીમાં વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. માણાવદરનાં થાનીયાણામાં ૧ર ઇંચ વરસાદ પડયો હતો.

માણાવદર : પંથકમાં ગઇકાલથી આજ સુધીમાં પ થી ૭ ઇંચ વરસાદથી જળાશયોમાં આવક થઇ છે પાકને જીવતદાન મળ્યું છે ચેક ડેમો ઓવર ફલો થયા ઓઝત નદીમાં સ્થાનીક ત્થા ઉપરવાસથી પુર આવ્યા ધુંઘવી નદીમાં થાભયાણા, પાટણ, સાઇડ વરસાદથી બેકાંઠે થઇ શેરડી, જીંજરી સાઇડના ડેમો ભારે ૭ ઇંચથી વધુ વરસાદથી જળ બંબાકાર થઇ ઓવર ફલો થયા થાનિયાણા ગામે ૧૦ થી ૧ર ઇંચ જળબંબકાર ઝીંઝરીમાં પણ ૧૦ થી ૧ર ઇંચ, સરદારગઢ ૭ થી ૮, આમ મેઘરાજાએ અમુક સાઇડમાં ધમરોળી નાખ્યુ છે. સ્થાનીક રસાલા ડેમમાં સારી આવક થઇ છે.

થાનિયાણા ગામે ૧૦ થી ૧ર ઇંચ અતિ ભારે વરસાદે ખેડૂતોના ખેતરો પાક સાથે ધોય નાખતાં ભારે નુકશાની થઇ છે. કપાસ ત્થા મગફળી વાવણી કરી હતી જે અતિ ભારે વરસાદે ખેદાન મેદાન કરી દીધું છે. ખેડૂતોને વરસાદે ફાયદાના બદલે નુકશાની થતાં મુશ્કેલી અનુભવે છે. જયારે અન્ય ગ્રામ્યમાં સારો ફાયદો થયો છે. કરી ખુશી કહી ગામ જેવું થયું છે. પરંતુ સારા વરસાદથી ફાયદો થયો છે. (પ-૧૯)

(4:11 pm IST)