Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પાટીદાર શહિદ યાત્રાનું લાલપુરમાં સ્વાગતઃ સાંજે ભાયાવદરમાં

શહીદ યુવકોને શ્રધ્ધાંજલી અર્પણઃ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હારતોરા

લાલપુર, તા., ૧૪: પાટીદાર શહીદ યાત્રા લાલપુર પહોંચી હતી. પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની શાહીદ યાત્રા ઉમીયા માતાજી મંદિર ઉંઝાથી કાગવડ સુધી નીકળેલી જે આજે લાલપુર પહોંચતા મોટી સંખ્યામાં પાટીદાર ભાઇ-બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શહીદ થયેલ યુવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ શહીદ યાત્રા લાલપુરમાં મુખ્ય વિસ્તારમાંથી પસાર થઇ હતી. લોકોએ શહીદ યુવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. પાસ કન્વીનર દિલીપ શાંબવા આ યાત્રામાં જોડાયા હતા.

ભાયાવદર

ભાયાવદરઃ પાટીદાર શહીદ યાત્રા ઉમીયાધામ ઉંઝાથી ખોડલધામ કાગવડ સુધી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા આજે શનીવારે સાંજે પ કલાકે આવી રહેલ છે.

આ યાત્રાના સ્વાગત માટે ભાયાવદર, અરણી, સાજડીયાળી, જામટીંબડી, ખીરસરા, વડાળી, મોટી પાનેલી, કોલકી, ઉપલેટા વિગેરે ગામોમાંથી પાટીદારો ઉમટી પડશે.

ભાયાવદરમાં દલીત સમાજ, મુસ્લીમ સમાજ તરફથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જુના બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરીને શહેરના મુખ્ય માર્ગો ઉપર આ શહીદ યાત્રા નીકળશે. પાટીદાર સમાજના યુવાનો દ્વારા જોરશોરથી સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહેલ છે. (૪.૮)

 

(2:54 pm IST)