Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મારૂતિ થાંભલા સાથે ભીડાતા જેતપુરના પટેલ યુવાનનું મોત

ધોરાજી ના જેતપુર નેશનલ હાઈવે પર મારૂતી કાર લોખંડ ના થાંભલા સાથે ભટકાતાં પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં જેતપુરના પટેલ યુવાનનું મોત નિપજયુ છે. જયારે અન્ય ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી છે. આ અંગે જાણવા મળેલી માહિતી મુજબ ધોરાજીના જેતપુર નેશનલ હાઇવે પર મારૂતિ કાર લોખંડના થાંભલા સાથે ભટકાતાં પલ્ટી જતાં અકસ્માતમાં જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતો પટેલ યુવક મૂનો ઉફે કમલેશ પટેલને ગંભીર ઈજા થતાં મોત નીપજયું છે જયારે અન્ય ત્રણ યૂવાનો ને ઈજા થતાં સારવારમા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયેલ છે આ બનાવ અગે પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે. સ્વીફટ કારનો ભૂકકો બોલી ગયો છે. (કિશોરભાઈ રાઠોડ. ધોરાજી)

(11:47 am IST)