Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સોશ્યલ મિડીયા પર વોચ રાખવા સરકાર પગલા ભરે

જામનગરમાં સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને સક્રિય કરવા પ્રતિક ભટ્ટની માંગણી

જામનગર તા.૧૪ :  હાલ ગુન્હાઓનું પ્રમાણ વધતુ જણાઇ રહ્યુ છે. તેમાં સાઇબર ક્રાઇમનું ગુન્હાઓ અનહદ વધ્યા છે. ઇન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરી લોકોને બદઇરાદાથી ગેરમાર્ગે દોરવા, હવાલા કૌભાંડ, ખોટા મેસેજ, અફવા, નાણા પડાવવા, બદનામી કરવી, બેંક ચેટીંગ સહિતના ગુન્હાઓ વધવા પામ્યા છે. અદ્યતન યુગમાં સાઇબર ક્રાઇમ વધતા લોકોની પરેશાની પણ વધી છે.

નાના બાળકોથી લઇ વૃધ્ધો અને ભાઇઓ બહેનો સહિત ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. સોશ્યલ મિડીયાનો ઉપયોગ પણ હદ બહાર થઇ રહ્યો છે. ફેસબુક, ટવીટર, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોફટવેરો અને એપ્લીકેશનો વધુમાં વધુ મોબાઇલ દ્વારા ઉપયોગ થાય છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સાઇબર ક્રાઇમ ડીપાર્ટમેન્ટને સક્રિય કરવા એડવોકેટ પ્રતિક ભટ્ટ દ્વારા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરી માંગણી ઉચ્ચારાઇ છે.

(11:35 am IST)