Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સુરેન્દ્રનગર કલેકટરના નિવાસ સ્થાને જવાનું બોર્ડ ઉંધા માથે? કયો માર્ગ સાચો?

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના નિવાસ સ્થાન તરફ જવાનું બોર્ડ ઉંધું થઇ જતા લોકોમાં આ બોર્ડ જોઇને આશ્ચર્ય થવા પામે છે સતાવાળાઓનું ધ્યાન હજુ નહિ પડયું હોય તેવો સવાલ ચર્ચાય રહયો છે (તસ્વીર-ફારૂક ચોૈહાણ)

વઢવાણ તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના નિવાસ સ્થાને જવા માટે માર્ગદર્શન માટે બોર્ડ મુકવામાં આવતા હોય છે? કારણ અજાણ્યા વ્યકિતને સહેલાઇ પુર્વક માર્ગ મળી શકે અને મકાન શોધવા જવા માટે સરળતા રહે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રીના નિવાસ સ્થાને જવા માટે સુચક બોર્ડ મુકવામાં આવ્યું છે. ત્યારે આ બોર્ડ ગમે તે કારણોસર ઉંધા માથે થઇ જવાના કારણે આવેલા વ્યકિતેને ઉંધી દિશા બતાવી રહયું છે?

ત્યારે આ બોર્ડ સરખું કરવા અને સિધુ કરવા માટે લોકોમાં માંગણી ઉઠવા પામેલ છે. સરકારી વહિવટદારોનું ધ્યાન છતાં બે ધ્યાનથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

(11:33 am IST)