Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ચોટીલામાં પાણી પુરવઠા પશુપાલન વિભાગના અધિકાર સમીક્ષા બેઠક યોજાઇ

ગ્રામ્ય વિસ્તામાં પીવાનું શુધ્ધ પાણી મળે તે જોવા અધીકારીઓને તાકીદ કરતા મંત્રીશ્રી

સુરન્દ્રનગર, તા.૧૪: પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં ચોટીલા ખાતે પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જે વિસ્તારમાં પીવાના શુધ્ધ પાણીની મુશ્કેલી હોય તેવા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પહોંચે તે પ્રકારની કામગીરી હાથ ધરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ખાસ જણાવ્યું હતું. તેમણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારના એકપણ ગામમાં પીવાના શુધ્ધ પણીની સમસ્યાના ઉકેલ માટે સબંધિત વિભાગાના અધિકારીઓને પણ સુચના આપી હતી.

મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે  રહે તેવી રાજય સરકારની નેમ છે, ત્યારે સૌની યોજના હેઠળ ચોટીલા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. ગતવર્ષે અતિવૃષ્ટિને લીધે બંધ પડી ગયેલ બોર ફરી કાર્યરત કરવા તેમજ નાની સિંચાઇ યોજના હેઠળના તુટી ગયેલા તળાવોનું તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ પૂર્ણ કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી. તેમણે ચોટીલા તાલુકામાં પશુપાલનનો વ્યવસાય વધારે વિકસે તે માટે રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવા પશુપાલન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી વી.ઝેઙ ચૌહાણ, પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી બી.એ.મારૂ, નાયબ પશુપાલન નિયામક ર્ડા. એચ.બી. પટેલ, ર્ડા.દડગા, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેશભાઇ ધરજીયા, મેરૂભાઇ ખાચર, રામભાઇ મેવાડા, નરેશભાઇ મારૂ, વીરજીભાઇ પરાલીયા, જીણાભાઇ ડેરવાળીયા, મનસુખભાઇ મકવાણા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત પદાધિકારી- અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે સંચાલક-કમ-કુક ની નિમણૂંક

સુરેન્દ્રનગરઃ મામલતદારશ્રી – લીંબડીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાના ધલવાણા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૩૧.૦૭.૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

(11:32 am IST)