Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

જમીન વિકાસ નિગમ દ્વારા ખેડૂતોની કામોની પૈસાની ચુકવણી ખેડુતોની માંગણી

પાણી સંગ્રહ માટે ટાકા તથા ખેતીના રક્ષણ માટે ફેન્સીંગ કામગીરી : ધોરાજી ખેડૂત સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર અપાયુ

જમીન વિકાસ નિગમ દ્વારા ખેડૂતોના કામોના પૈસાની ચૂકવણીની ખેડૂતોની માંગણી.

ધોરાજી તા. ૧૪ : સરકાર તરફથી જમીન વિકાસ નિગમ દ્વારા ખેડૂતોને ખેતીના રક્ષણ અને પાણી સંગ્રહ માટે ટાકા સહિતની યોજના હેઠળ મળેલ વર્ક ઓર્ડર મુજબ ખેડૂતોએ સફળ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરેલ  છે અને સ્થાનિક ઓફિસ દ્વારા મેનેજમેન્ટ તથા બીલોની કામગીરી પુર્ણ કરેલ છે પરંતુ એપ્રિલ માસમાં જમીન વિકાસ નિગમ ગાંધીનગર સ્થિત વડી કચેરીની બનેલ ઘટનાને કારણે ૩ મહિના પુરા કરેલ  કામોના પૈસા ખેડૂતોને આજદિવસ શુધી મળેલ નથી.

રાજ્ય સરકાર દ્વારા તાર કેન્સીંગમાં ૨૦૦ કરોડ જેવી માતબર જોગવાઇ કરેલ છતા આ વડી કચેરીમાં બનેલ ઘટનાને કારણે ખેડુતો ભોગ બન્યા છે. ેડુતોને બનેલ ઘટનાને કારણે ખેડુતો ભોગ બન્યા છે. ખેડુતોને પાણી સંગ્રહના ટાંકાની કિંમતના નાના ખેડુતોને ૭૫%ટકા  સબસીડી અને મોટા ખેડુતોને ૫૦% ટકા સબસીડી આપવાની હોય તે સબસીડીની રકમ ૪ માસ થઇ ગયેલ છતા પણ ખેડુતોને સબસીડીની રકમ ન મળતા  ધોરાજી - ઉપલેટા  જેતપુર જામકંડોરણાા અંદાજીત ૪૦ ખેડુતોને  સબસીડીના  અંદાજીત એક કરોડ જેવી રકમ ન મળતા ખેડુતોએ ધોરાજી ડે. કલેકટરને આવેદન પાઠવેલ હતુ.

આ તકે રાજેશભાઇ બાલચા , વલ્લભભાઇ રમણીકભાઇ સહિતના ખેડુતો હાજર રહેલ હતા.

(11:30 am IST)