Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ગારીયાધારમાં નવા એસ.ટી. ડેપોનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલે છે : કાદવ કીચડથી મુસાફરો ત્રાહીમામ

ઉચ્ચ અધિકારીઓ કામગીરી પર નજર રાખી ઝડપી પૂર્ણ કરાવે તેવી ઉઠતી લોકલાગણી

ગારીયાધાર, તા. ૧૪ : ગારીયાધાર એસ.ટી. ડેપો ખાતે લાંબા સમયથી નવા એસ.ટી. ડેપોની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ગોકુળ ગાયની ગતિએ ચાલતા કામના કારણે એસ.ટી. કર્મચારીઓ સહિત મુસાફરો તોબા પોકારી ઉઠયા છે.

એસ.ટી. વિભાગીય કચેરી દ્વારા ગારીયાધાર ખાતે ના એસ.ટી. બિલ્ડીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ દેખરેખના અભાવે અને અધિકારીની ગેરહાજરીના કારણે હાલ આ ગોકુળગતિએ ચાલતી કામગીરીથી વરસાદી માહોલમાં કાદવ-કિચડથી ગારીયાધાર ડેપો ખદબદી રહ્યો છે.

અહીં ડેપોમાં જ બાંધકામ થતું હોવાથી એસ.ટી. બસમાં ચડનાર-ઉતરનાર પેસેન્જર કાદવ-કિચડમાં ચાલવું ફરજીયાત બને છે.

તેમાં પણ એસ.ટી. બસના કર્મીઓ પણ અહીં બસો ઓછી રહી શકિત હોવાથી વારંવાર વાહનો ફેરવવા માટે મજબુર થવું પડે છે જેના કારણે અહીં મુસાફરો અને કર્મચારીઓ માટે નવા બિલ્ડીંગનું નવીનિકરણ માથાનો દુખાવો બન્યો છે.

આ નવા બિલ્ડીંગની કામગીરી જડપી બને તેવું મુસાફરો ઇચ્છી રહ્યા છે.

(11:27 am IST)