Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઉપલેટા વેણ-ર ડેમ સાઇટનો બંધ ફોન ચાલુ કરવા માગણી

ઉપલેટા તા.૧૩: શહેરમાં પણ છેલ્લા ર દિવસથી ચોમાસું સત્ર એકટીવ થયા બાદ કયારેક ઝરમર તો કયારેક જોરદાર ઝાપટા વરસતા હતા. મોસમનો કુલ વરસાદ ૯૦ મી.મી. નોંધાયા બાદ ડેમ સાઇટ ઉપર ઉપલેટા તાલુકાના મોજ ડેમ ઉપર ૩૦ મી.મી. વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ ૮૮ મી.મી. થયેલ છે. તેમજ તાલુકાના વેણું -ર ડેમ ઉપર ૭૦ મી.મી. વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૧૫૫ મી.મી. થયેલ છે. બે માંથી એકેય ડેમની અંદર પાણીની આવક જોવા મળેલ નથી.

તાલુકાનો વેણું -ર ડેમનો ફોન ઘણા સમયથી બંધ હાલતમાં છે. ડેમ ઉપર કોઇ ઘટના ઘટે તો જવાબદારી કોની ફોન તાત્કાલીક ચાલુ કરવાની લોક માંગણી ઉઠેલ છે.

(11:27 am IST)