Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબોએ ઇન્ટરનેશનલ લેવલની દુબઈ યુનીવર્સીટીની ચક્કર નિદાન માટેની પરીક્ષા પાસ કરીને ગૌરવ વધાર્યું

મોરબીના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હિતેશ પટેલ તથા શિવમ હોસ્પીટલ વાળા ડો. પ્રેયશ પંડ્યાએ તાજેતરમાં ઇન્ટરનેશનલ લેવલની દુબઈ યુનીવર્સીટીની ચક્કર નિદાન માટેની પરીક્ષા પાસ કરીને મોરબીના તબીબો અને મોરબીનું ગૌરવ વધાર્યું છે

મોરબી ખાતે મેડીકલ પ્રેક્ટીસ કરનાર અને જાણીતા ઈએનટી નિષ્ણાંત ડો. હિતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યાએ તાજેતરમાં લેવાયેલી ઇન્ટરનેશનલ ઓનલાઈન વેસ્ટીબુલર ડીપ્લોમાં પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચક્કર નિદાન માટેની ઇન્ટરનેશનલ પરીક્ષા તેમને સફળતાપૂર્વક ઉતીર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિક્ષામા સમગ્ર ગુજરાતમાંથી માત્ર બે જ તબિબો ઉતિર્ણ થયા છે જે બંને તબિબો મોરબીના છે.

(8:06 pm IST)