Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીમાં કલાસીસ શરુ કરવા, પ્રોપર્ટી ટેક્ષ માફ કરવા અને લાઈટબીલમાં રાહત આપવા માંગ કરી: મોરબી એકેડેમિક એસો દ્વારા કલેકટરને રજૂઆત

મોરબી : કોરોનાની સ્થિતિ થાળે પડતા હવે બજારો ખુલવા લાગી છે છતાં કલાસીસને શરુ કરવા હજુ કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે મોરબી એકેડેમિક એસો દ્વારા કલાસીસ ખોલવા, પ્રોપર્ટીટેક્ષ માફ કરવા અને લાઈટ બીલમાં રાહત આપવા માંગ કરવામાં આવી છે
મોરબી એકેડેમિક એસો દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે કોરોના હવે કાબુમાં છે કેસો નહીવત આવે છે જેથી વેપારધંધા, મંદિર, સ્વીમીંગ પુલ અને થીયેટર ખુલી ગયા છે તો કલાસીસ કેમ નહિ ? ગુજરાતમાં એક લાખથી વધુ કલાસીસ ચાલતા હતા જેની સાથે ૧૦ થી ૧૫ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે જે ૧૫ માસથી ચાલુ ના થતા શિક્ષક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહયા છે શિક્ષકો અને સંચાલકો માટે કોઈ સરકારી રાહત પેકેજ કેમ નહિ શિક્ષકોનો સમાજ ઘડતરમાં ફાળો નથી ? તેવા સવાલો કર્યા છે
સાથે જ માંગ કરી છે કે કલાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવે તેમજ પ્રોપટી ટેક્ષ માફ કરવા, લાઈટબીલમાં રાહત આપવા અને કલાસીસ સંચાલકોને રાહત પેકેજ આપવા માંગ કરી છે

(8:04 pm IST)