Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ચોટીલાનાં ઢોકળવામાં જુગાર દરોડામાં ભાગવા જતા યુવકના મોત મુદ્દે જવાબદારો સામે પગલાની માંગ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૧૪: ઢોકળવા ગામે ગત રાત્રે વાડીની ઝુપડીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા નાની મોલડી પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ૭૧૩૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે પરંતુ આ રેઇડ દરમિયાન આશરે ૨૮ વર્ષનો યુવાન ભાવેશભાઇ લખમણભાઇ હદાણી નજીકની વંડી કુદી ભાગેલ હતો જે અંધારામાં થોડે દુર આવેલ કુવામાં પડી મરણ પામ્યાની સવારે પરીવારને જાણ થતા મામલો બિચકયો છે.

સમગ્ર મામલે મરણજનાર ના પરિવારે જણાવ્યું હતું કે આક્ષેપ કરેલ છે કે ભાગેલા ભાવેશ પાછળ પોલીસ પણ દોડેલ છે જેના સગડ જોવા મળે છે અને કુવામાં ખાબકયા ની પોલીસ ને ખબર હતી પરંતું કોઇને જાણ કરવાને બદલે પકડાયેલ અન્યો ને લઈને નિકળી ગયેલ છે. સવારે કોણ પકડાયુ તે તપાસ કરવા પોલીસ સ્ટેશન જતા ભાવેશ નહી હોવાનું જાણવા મળતા શોધખોળ કરતા કુવામાં મરણ ગયેલ હાલતમાં પડેલ હોવાની હકિકત સામે આવતા પોલીસ સામે રોષ છવાયેલ છે

ઘટનાની જાણ થતા પોલીસને સવારે ભાવેશ કુવામાં મૃત્યુ પામેલ હાલતમાં પડેલ છે છતા પોલીસ કાફલો બપોરે દ્યટના સ્થળે પહોચેલ હતો લાશ બહાર કાઢી પીએમ માટે ખસેડાયેલ છે હાલ એડી દાખલ કરી પરિવારને ન્યાયિક તપાસની અધિકારીઓએ ખાતરી આપેલ છે.

ઘટનાની જાણ થતા ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, આંબાભાઈ ઓળકિયા, રાજાભાઇ સાકરીયા, સોમાભાઇ બાવળીયા, સહિતના ભાજપ કોગ્રેસ ના સ્થાનિક આગેવાનો અને સામાજીક અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયેલ હતા અને જવાબદારો સામે પગલા લેવા રજૂઆત કરેલ હતી જુગારના દરોડામાં નાસી છુટેલા કોઇ શખ્સો નો ઉલ્લેખ નથી તેમજ બનાવ સ્થળના ફુટ પ્રિન્ટ એક ખુલ્લા પગલા અને એક બુટ વાળા જોવા મળે છે, કુવા થી થોડા દૂર એક કાંડા ઘડિયાળ પણ કોઈની મળેલ છે જે પોલીસની હોવાનું મૃતકના પરિવારનું કહેવું છે ત્યારે આ ઘટના અંગે ન્યાયની અપેક્ષા પોલીસ અધિકારી સમક્ષ પરિવારજનોએ રડતા રડતા રોષ ભેર કરેલ છે તે જોવાનું રહે છે શું તપાસમાં બહાર લાવશે અને કોની સામે પગલા ભરશે!

સ્થાનિક અગ્રણી બાબુભાઇ એ આક્રોશ સાથે રજૂઆત કરતા કહ્યું કે સવારે કોણ પકડાયું તે જોવા પોલીસ મથકે ગયેલ ત્યાં પોલીસે ગેરવર્તન સાથે અણછાજતા જવાબ આપેલ.

પકડાયેલ જેમા ૭ લોકો હતા તેમની પાસે થી ત્રણ યુવાનો ભાગી ગયેલ તે જાણવા મળતા શોધખોળ કરતા ભાવેશ નજીક ની વંડી ટપી ભાગતા પાછળ બે પોલીસ ગયેલ જેના સગડ પણ જોવા મળેલ છે અંધારામાં કુવામાં પડેલ જો પોલીસે તે સમયે કોઇને કહ્યું હોત તો અમારો જણ બચી જાત ગંભીર બેદરકારી માનવતા વિહાણા બનેલ જવાબદાર સામે ૩૦૨ નો ગૂનો નોંધે, અમોને ન્યાય જોઇએ છે.

મૃતક મેઇન અંગ્રેજી વિષય સાથે બીએડ હતો પરિવારની ઉમ્મીદનું કિરણ હતો

જુગાર ની રેઇડ પોલીસનાં ખોફ થી ભાગેલ હશે વાડીમાં એક ખુલ્લા પગલા અને સાથે બુટના પગલા ના નિશાન ભાગતા ભાવેશ પાછળ કોઇ દોડેલ હશે તે પુરાવાર કરે છે અંધારૂ હશે પણ પોલીસ ટોર્ચ સાથે હશે! ભાવેશ ને તરતા આવડતું પણ ૭૫ ફુટ ઉંડા કુવામાં પાણી ખુબ ઓછુ હતુ અને ગાળ વધારે છે મોત નું કારણ પીએમ રીપોર્ટ પરથી ખ્યાલ આવશે.

મૃતકના ચાર વર્ષ પહેલા લગ્ન થયેલ છે સંતાનમાં અઢી વર્ષ ની પુત્રી છે. નોકરી માટે જાહેરાતો ભરતો શિક્ષક અને પોલીસની નોકરી કરવાની ઇચ્છા હતી પરંતુ અકાળે પરિવારની આશાનું કિરણ નો દિપક પોલીસના દરોડામાં બુઝાઈ ગયો

બોકસઃ

ત્રણ યુવાનો ભાગી ગયા છે એક નો જીવનદિપ બુઝાયો, બે ને ઈજાઓ પોહચેલ છે?

રેઇડ માં પકડાયેલ અને સ્થાનિક ગામ લોકો ના જણાવ્યા મુજબ ત્રણ લોકો રેઇડ પડતા નાસી છુટેલ છે અન્ય બે ને ભાગવામાં નાની મોટી ઈજા થયેલ છે. ભાવેશ કુવામાં પડતા મોતને ભેટેલ છે. પરંતું કાગળ ઉપર પોલીસે આવા ભાગી છુટેલ લોકો નો ઉલ્લેખ કરેલ નથી. અને પોલીસ સમગ્ર મામલે કંઇક છુપાવી દોષિત ને બચાવવા માંગતી હોય તેવું અમોને લાગે છે તેમ મૃતકના પરિવારનું કહેવું છે. આગેવાનોએ વધુમાં જણાવ્યું કે જો મરનાર ને ન્યાય આપવામાં નહી આવે સત્ય નહી શોધાય તો આ મામલે સામાજીક કક્ષાએ મુદ્દો બનાવી ઉચ્ચ કક્ષાએ લડત નું રૂપ પકડશે જોઇએ છે. તપાસમાં શું લાવે છે નહી તો સમાજ લડત કરશે.

તપાસમાં તથ્ય હશે તે મુજબ ન્યાયિક તપાસ થશે! (ડીવાયએસપી લીમડી)

ડીવાયએસપી ચેતન મુંધવા એ જણાવેલ કે ખુલ્લા કુવામાં અજાણ્યા ઇસમ ની લાશ મળી આવતા ગ્રામજનોની મદદ થી બહાર કાઢી તે ભાવેશ લખમણભાઇ હદાણી ની છે.

નાની મોલડી પોલીસે દ્યટના સ્થળ નજીક રાત્રે ૩.૩૦ જુગાર ની રેઇડ કરેલ છે વધુ તપાસમાં મરણજનાર જુગાર રમવા આવેલ હોવાની પરિવારજનોને શંકા ગયેલ હોય તેની શોધખોળ કરવામાં આવેલ પરિવાર પોલીસ સ્ટેશન પણ આવેલ પરંતુ ભાવેશભાઇની અટક ન થયેલ હોય પકડાયેલ આરોપીની પુછપરછ કરતા ભાવેશ રમવા આવેલ હતો પરંતુ પોલીસને આવતા જોઇને રેઇડ કરે તે પહેલા ભાગવા માંડેલ વંડીની પાછળ આવેલ કુવામાં અંધારાનો કારણે પડતા મરણ પામેલ હોવાનું અનુમાન છે.

પરિવારના આક્ષેપ છે પોલીસને જાણ હતી કુવામાં પડી ગયો છે? છતા કોઇ ને જાણ ન કરતા ઘટના ઘટેલ છે તે અંગે જવાબદાર સામે કાર્યવાહી થશે? તે બાબતે કહ્યું કે તપાસમાં તથ્ય હશે તે મુજબ ન્યાયિક તપાસ થશે!

(1:11 pm IST)