Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોરબંદર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી

ઘર પાસે વીજ થાંભલો નાખવા પ્રશ્ને માથાકુટ બાદ આરોપી પિતા-પુત્ર ધારિયુ લઈ દોડી આવીને ઘર ઉપર પથ્થરમારો કર્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :. બોખીરા પાસે પોરબંદર જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ સરમણભાઈ બાપોદરા અને તેના પરિવારજનોને ઘર પાસે વીજ થાંભલો નાખવા પ્રશ્ને બોલાચાલીનું મનદુઃખ રાખીને મેરામણ પરબતભાઈ તથા તેના પુત્ર દિપકે અજયભાઈને ઘેર ધારિયુ લઈને આવીને પથ્થરમારો કરીને અજયભાઈ અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે બોખીરા વિસ્તારમાં ઘર પાસે વીજ થાંભળો નાખવા પ્રશ્ને પોતાને મેરામણ પરબતભાઈ સાથે માથાકુટ થઈ હતી જેનુ મનદુઃખ રાખીને પરબત તથા તેનો પુત્ર દીપક ધારીયુ અને ગુપ્તી લઈને ઘેર આવીને ઘર ઉપર પથ્થરમારો કરીને બન્નેએ પોતાને તથા પોતાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)