Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીની માળીયા નર્મદા બ્રાંચ કેનાલમાંથી છેવાડાના ગામોને પુરતુ પાણી મળતુ નથી : કેનાલ છતા ખેડૂતોને રઝળપાટ

મોરબી તા.૧૪ : રાજયમાં નર્મદા ડેમ બનવાથી ખેડૂતો ખુશહાલ થશે, સિંચાઈ માટે પાણીની તંગી નહિ રહે તેવા અનેક રાજકીય વાયદાઓ ખેડૂતોએ સાંભળ્યા હશે જોકે નક્કર વાસ્તવિકતા એ છે કે હજુ પણ નર્મદા કેનાલના કમાંડ વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે વલખા મારવા પડતા હોય છે આવી જ સ્થિતિ માળિયા તાલુકાની જોવા મળે છે માળિયા તાલુકામાંથી નર્મદાની માળિયા બ્રાંચ કેનાલ પસાર થાય છે જોકે તાલુકાના છેવાડાના ગામોમાં પાણી પહોંચતું ના હોય તેવી સતત ફરિયાદો ઉઠી રહી છે માળિયા તાલુકાના છેવાડાના ૮ થી ૧૦ ગામોમાં કેનાલની સુવિધા હોવા છતાં કેમ દર વર્ષે સિંચાઈ માટે ખેડૂતોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે

માળિયા તાલુકાના છેવાડાના ગામો જેવા કે સુલતાનપુર, માણાબા, ચીખલી, વિશાલનગર, વાધરવા, ખીરઈ, ખાખરેચી અને કુંભારિયા સહિતના છેવાડાના ગામો સુધી પાણી પહોચતું જ નથી સુલતાનપુર ગામના ખેડૂત આગેવાન ભાવેશ વિડજા જણાવે છે કે ઢાંકીથી ખીરઈ સુધી ૧૩૬ કિમી જેટલું અંતર છે તાલુકાના છેવાડાના ૧૫ જેટલા ગામોએ ૫૦ હજાર વીદ્યામાં કપાસનું વાવેતર કર્યું છે ૧૫૦૦ રૂપિયા પ્રતિ વીદ્યાએ વાવેતર ખર્ચ થતો હોય છે અને ખેડૂતોએ પહેલું પાણ આપ્યું છે હવે બીજું પાણ આપવાનો સમય છે ત્યારે પાણી બંધ છે અને પાણી પહોંચતું નથી જેથી ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ જશે તો સુલતાનપુર ગામના ખેડૂત નારણભાઈ લાલજીભાઈ જણાવે છે કે તેને ૩૦ વીદ્યા જમીન છે જેમાં ૨૦ વીદ્યામાં કપાસ વાવ્યો છે જેને બીજું પાણ આપવાના સમયે પાણી નથી તો હવે ખેડૂત શું કરે વાવેતર ખર્ચ પણ તેને માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

(1:03 pm IST)