Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

વેરાવળ નગરપાલિકા એક હજારથી વધુ વૃક્ષો કાપશેઃ પ્રતિષ્ઠીત નાગરીકોનો ભારે વિરોધ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૪: નગરપાલિકા દ્રાર એક હજાર વૃક્ષો કાપી ઓડીટોરીયમ, શોપીગ સેન્ટર બનાવવાના ઠરાવ સામે ભારે વિરોધ વટોળ ઉઠેલ છે પહેલીજ વાર પ્રતિષ્ઠીત નાગરીકો સામે આવી જતા રાજકીય રીતે પણ ખળભળાટ વ્યાપેલ છે.

વેરાવળ નગરપાલિકા દ્રારા ર૦૦૭ માં જંગલ જેવા વિસ્તારમાં શ્રી શ્રી રવિશંકર પાર્કમાં વૃક્ષો વાવવા માટે જગ્યા અપાયેલ હતી તેથી પ૦૦થી વધારે પરીવારજનોએ ૧૦૦૦ થી વધારે વૃક્ષો તેમાં ગુલમહોર, લીમડો,આશોપાલવ, વાસ સહીતના અનેક વૃક્ષો વાવેલ હતા આજે તે આકાશ ને આંબે તેવા થઈ ગયેલ છે અને આ વૃક્ષો ૧૦ થી ૧૩ વર્ષના છેતે જગ્યાએ ઓડીટોરીયમ, શોપીગ સેન્ટર કરોડાના ખર્ચે બનાવવાનો ઠરાવ કરી વૃક્ષો કાપવાની જાહેરાત કરતા ભારે વિરોધ નોધાયો છે.

વિજય સાગર, હરીશ સવજયાણી એ જણાવેલ હતું કે આજે સાંજે શહેર ના ડોકટરો, વકીલો, પ્રતિષ્ઠીત નાગરીકો, મહીલાઓએ પાર્કમાં આવી જુદા જુદા પ્લેકાર્ડ બનાવી વૃક્ષો બચાવવા માટે ભારે વિરોધ કરેલ હતો જો નિર્ણય પાછો લેવામાં નહી આવે તો હજારો પરીવારો વિરોધ માટે રોડ ઉપર આવશે તેમ જણાવેલ હતું સાથે જણાવેલ કે પાલિકા પ્રમુખ એક લાખ વૃક્ષો વાવવાની વાતો કરે છે તેમજ એક વૃક્ષ વાવે છે તો પણ સોશ્યલ મીડીયામાં ફોટા મુકે છે ત્યારે એકજ  જાટકે એક હજાર વૃક્ષો કાપી નાખવાનો ઠરાવ પસાર કરે છે આવા ઠરાવ થી પ્રકૃતી પ્રેમીઓ ભારે નારાજગી ફેલાઈ છે.

આ પ્રોજેકટ ૧૮ કરોડનો હોય તેમાં તેમજ આજુ બાજુ વિસ્તારમાં જમીનોના ભાવ ચાર ગણા થાય તે માટે રાજકીય લોકોના ઈશારે આ નિર્ણય લેવાનો આક્ષેપ થઈ રહયો છે પાલિકાના જે હોલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનેલ છે ભવીષ્યમાં જે બનાવવાના છે તે ફકત નજીવા દરે વાર્ષિક ધોરણે લાગતા વળગતાઓને ભાડે આપી દેવાયેલ છે વિરોધ માટે આવેલ શહેરીજનોએ જણાવેલ હતું કે પ્રમુખ નું કૃત્રીમ વાવાઝોડા સામે અમે અડીખમ રહીશું વૃક્ષો બચાવવા માટે જે કરવું પડે તે કરીશું પાલિકામાં ચુંટાયેલા શિક્ષીત લોકો પાસે આવી કોઈ અપેક્ષા ન હતી પણ જે કહેવત છે કે હાથીના દાત ચાવવાના જુદા બતાવવાના જુદા તે રીતનો વહીવટી થઈ રહયો છે વૃક્ષો બચાવવા માટે સી.એમ.ઓ, પી.એમ.ઓ સુધી રજુઆતો કરવામાં આવશે તેમ જણાવેલ હતું. આ કાર્યકમમાં મોટી સંખ્યામાં પ્રકૃતીપ્રેમીઓ શાંતિ ભર્યો વિરોધ કરેલ હતો.

(12:58 pm IST)