Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ઉના શહેર મધ્યેના હાઇવે ઉપર વાહનોના ધુમાડાનું પ્રદૂષણ

બાયપાસ રોડનું ૯૦ ટકા કામ પુરૂ થઇ ગયું : અધુરૂ કામ વહેલીતકે પુરૂ કરાવવા માંગણી

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૪ : મુખ્યમાર્ગ ઉપર પસાર થતા ટ્રકો અને ડંપરોના સાયલાસરમાંથી નીકળતુ પ્રદૂષણરૂપી કાળા ધૂમાડાઓથી વાહનચાલકો રાહદારીઓ ઉપર આરોગ્યનું જોખમ ખાસ કરીને શ્વાસના કે ફેફસાના રોગ થવાનો ભય ઉભો થયો છે. ઉનાનો બાયપાસ બની ગયો હોવા છતા ચાલુ ન કરાતા શહેરમાંથી પસાર થતા ભારે વાહનો અકસ્માતનું જોખમ વધતુ જાય છે.

શહેરમાંથી પસાર થતો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ૨૪ કલાક વાહનોથી ધમધમે છે અને શહેરની મધ્યમાંથી પસાર થતા વાહનોના સાયલન્સમાંથી પ્રદૂષણ ઓકતા કાળા ધૂમાડાથી વાતાવરણ પ્રદૂષીત થાય છે અને સાઇડમાં તથા પાછળ જતા વાહન ચાલકોને મોઢા વાટે શરીરમાં પ્રવેશતા શ્વાસ તથા ફેફસાના રોગો વધધે છે અને ઉનામાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર વાહનો બેફામ ચલાવતા હોય વાહન અકસ્માતના બનાવો બને છે.

ઉનામાંથી પસાર થતો નેશનલ હાઇવેનો બાયપાસનું ૯૦ (નેવુ ટકા) કામ પુરૂ થઇ ગયુ છે. માત્ર ઉદઘાટનના વાંકે શરૂ કરાતો નથી તો રાજકીય પ્રજાના નેતાઓ આ અધુરૂ કામ તુરંત પુરૂ કરાવી વહેલી તકે બાયપાસ શરૂ કરાવાય તો ઉનામાં પસાર થતા ભારે વાહનોનો ટ્રાફીક ઘટે તેમ છે.

શહેરમાં વારંવાર વડલી ચોક, બસસ્ટેશન, શાકમાર્કેટ, ટાવરચોક, ગોદરા ચોક વિસ્તારમાં ટ્રાફીક જામ થાય છે. ઉનાની ટ્રાફીક પોલીસ જોવા મળતી નથી. ટ્રાફીક પોલીસે સવારે ૯ થી સાંજે ૭ સુધી શહેરમાં ટ્રાફીક હળવો કરાવે તેવી માંગણી ઉઠી છે.

(11:46 am IST)