Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

આજે વિશ્વ રકતદાતા દિવસઃ રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા દર વર્ષે ઉજવણી

જસદણ, તા. ૧૪ :. દર વર્ષે ૧૪ જૂને વિશ્વ રકતદાતા દિવસ મનાવવામાં આવે છે. રકતદાનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ૧૪ જૂન એટલે કે વિશ્વ રકતદાતા દિવસના દિવસે રકતદાન કરવા માટે કેટલીયે જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ વિશ્વમાં જરૂર મુજબ બ્લડ ઉપલબ્ધ કરવાનો છે. જો બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે તો લોહીની ઉણપને કારણે કોઈ વ્યકિતનું મૃત્યુ થશે નહીં અને કેટલાય લોકોને જીવનદાન મળી શકશે. જાણો, વિશ્વ રકતદાતા દિવસ વિશે...

વિશ્વ રકતદાતા દિવસનો ઈતિહાસ દર વર્ષે ૧૪ જૂનના દિવસે વિશ્વ રકતદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૦૪થી લોકોને રકત આપીને નવુ જીવનદાન કરતા રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે ૧૪ જૂનને વિશ્વ રકતદાતા દિવસ મનાવવામાં આવે છે.

જ્યારે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે વ્યકિતનું જીવન બચાવવા માટે લોહીની જરૂર પડે છે. શરીરમાં લોહીનું પ્રમાણ સંતુલિત કરવા માટે શરીરમાં બ્લડ ચઢાવવામાં આવે છે. બ્લડ બેન્કમાં હાજર બ્લડની સમયસર વ્યકિતને જીવનદાન આપી શકાય છે.

વિશ્વ રકતદાતા દિવસનું મહત્વ વિશ્વ રકતદાતા દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને રકતદાન માટે જાગૃત કરવામા આવે. સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવાથી બ્લડ બેન્કમાં પર્યાપ્ત માત્રામાં બ્લડ ઉપલબ્ધ રહેશે. જેનાથી જરૂર પડવા પર દર્દીને સરળતાથી બ્લડ મળી શકે. રકતદાન કરવાથી કેટલાય લોકોને નવું જીવન આપી શકાય છે. દેશ-દુનિયામાં કેટલાય લોકો દરરોજ લોહીની ઉણપથી મૃત્યુ પામે છે. આ દિવસથી ઉજવણી લોકોને સમજાવી શકાય છે કે રકતદાન કેટલું જરૂરી છે...

સંકલનઃ ઈસ્માઈલભાઈ ટીનવાળા

બુરહાની રકતદાન કેમ્પ આયોજક અને રકતદાતા-ભાવનગર મો. ૯૩૨૮૦ ૩૫૨૫૨

(11:43 am IST)