Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

''આપણું જામજોધપુર હરિયાળું જામજોધપુર'' અભિયાનને પૂ. રાધારમણસ્વામીજીના શબ્દ પુુષ્પો સાથે આર્શીવચન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર,તા.૧૪ :  શ્રી ઉમિયામાતાજી મંદિર , સીદસરની પ્રેરણાથી સદ્દભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા નિર્મિત છાંયડી ફાઉન્ડેશન દ્વારા મારું જામજોધપુર હરિયાળું જામજોધપુર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે . જેમાં ૧૫૦૦ થી વધારે વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવતાં અનેક વૃક્ષ દાતાઓ દ્વારા દાન અપાયું છે. ત્યારે પ્રકથમ પગથિયે ઉત્સાહભર્યા આશીર્વાદ સાથે વતનપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપી જામજોધપુરના વતની હાલ લંડન નિવાસી શ્રી કાંતિભાઈ માવજીભાઈ કડીવાર  દ્વારા ૨૫૧ વૃક્ષો માટે રૂ.૨,૨૫,૯૦૦ નું દાન જાહેર કરાયું છે. તેમજ સ્વ.જેન્તીભાઈ ધરમશીભાઈ સાપરિયા હ.રાજ્યના પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા દ્વારા ૫૧ વૃક્ષો માટે રૂ. ૪૫,૯૦૦ , ખેરાજભાઈ ખાંટ દ્વારા ૫૧ વૃક્ષો માટે રૂ.૪૫,૯૦૦ તથા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ચીમનભાઈ વાછાણી દ્વારા પણ ૫૧ વૃક્ષો માટે રૂ. ૪૫,૯૦૦ અને જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી તથા રાજકોટ ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી  પૂ. રાધારમણસ્વામી દ્વારા આશીર્વાદ આપી તેમના ગુરૂ અક્ષરનિવાસી શાસ્ત્રી સ્વામીશ્રી ભગવતચરણદાસજી સ્વામીની સ્મૂતીમાં ૧૧ વૃક્ષ માટે દાન આપવામાં આવ્યું છે. આમ અનેક દાતાઓ દ્વારા મારું જામજોધપુર, હરિયાળું જામજોધપુર  અભિયાન અંતર્ગત   વૃક્ષો માટે દાન અર્પણ કરવામાં આવ્યું છે. અને વધુમાં પૂ.રાધાસ્વામી દ્વારા જણાવ્યામાં આવ્યું છે કે આ અભિયાનમાં દરેક જ્ઞાતિ , સમાજો, સંસ્થાઓ, મંડળો જોડાય તેવી આગ્રહભરી અપીલ કરવામાં આવી છે તથા જેમને જામજોધપુર શહેરને હરિયાળું બનાવવા માટે જે અભિયાન છેડયું છે , જેમાં બધાને પ્રેરિત કરી રહ્યાં છે એવા કૌશિકભાઈ રાબડીયા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ અભિયાન માં જોડાયેલા તમામ લોકોને પૂ. રાધારમણસ્વામીજી એ શુભ આર્શીવાદ પાઠવ્યા છે.

(11:42 am IST)