Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

'કચ્છડો બારે માસ' ગીતનું કરાયું ફિલ્માંકન

કચ્છનાં પ્રવાસન માટે પ્રયત્નશીલ રામજી મેરિયાના 'કચ્છડો બારેમાસ' ગીતને સ્વરબધ્ધ કરી હેમંત ચૌહાણે પૂર્યા સૂર ગીતઃ અષાઢી બીજ કચ્છી નવા વરસે થશે રીલીઝ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ :..  કચ્છની ભાગિતળ લોકસંસ્કૃતિ, કલા, કસબ, પ્રકૃતિ અને કરીગરી, તેમજ ધાર્મિક અને પ્રાકૃતિ ઐતીહાસિક સ્થાના ઉપરાંત સફેદ રણ વન્યજીવ સૃષ્ટી, તેમજ લોક સંગિત, જીવન શેલિ વગેરેને કચકડે કંડારી કચ્છના પ્રવાસન માટે સૂર પૂરાવાનાં આસયથી કચ્છ પ્રેમીઓના સહીયારા પ્રયાસ રૂપે 'કચ્છડો બારેમાસ' રામજી મેરીયા રચિત ગીતને ગુજરાતના ખ્યાતનામ ભજન સમ્રાટ અને ગરબાની ગાયકીમાં ગુંજતુ નામ કરાવતા તેમજ વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં આઠ હજારે ઉપરાંત ગીતો ગાઇને યુકેમાં જેની નોંધ લેવાઇ. અને ૧૯૯પ માં પંખીડા-હો પંખીડા, ફિલ્મમાં શ્રેષ્ઠ ગાય તરીકેનો એવોર્ડ પણ જેમણે પ્રાપ્ત કર્યો છે તેવા સરળ સ્વભાવ હેમંતભાઇ ચૌહાણે કચ્છ માટે કચ્છીજાતને વધુ ઉજાગરા કરવા પોતાનો કંઠ આપીને કચ્છને પ્રવાસન ક્ષેત્રે વધુ પ્રમોટ કરવા કચ્છીયતાને શબ્દ દેહ સ્વર આપી પોતાનો મુખ્ય યોગદાન આપ્યું છે.

વિવિધ માધ્યમો દ્વારા કચ્છનાં પ્રવાસન માટે પ્રયત્નશીલ એવા ચોબારીનાં રામજી મેરિયા દ્વારા કચ્છની વિવિધ ખુબીઓ કચ્છીયત અને લોકસંગીત, લોકવાદયો, કલા-કસબ, કારીગીરી અને ઐતિહાસીક, તેમજ ધાર્મિક સ્થાનોને પ્રકૃતિ અને સંસ્કૃતિ આવરી લઇને 'કચ્છડો બારેમાસ' ગીતની રચના કરાતા કચ્છપ્રેમીઓ દ્વારા સાથે મળીને ગીતને તાજેતરમાં કચકડે કંડારાયું છે. સ્ટુડીઓ એકતારો દ્વારા પ્રસ્તુત આ ગીત માટે અંજાર જલારામ ડીઝીટલના વિષ્ણુ દવે દ્વારા ફિલ્માંકીત કરાયું છે તો 'મેઘકલા વૃંદ કચ્છ' ના બહેનો દ્વારા લોકરાસ અને કચ્છી લોકસંગીત નૂરમામદ સોઢાનાં જોડીયા પાવા, રસીલાબેન કાનજી ડુંગરીયા દ્વારા લોકરાસ અને કચ્છીવર્ક વગેરેની ગોઠવણ કરાઇ છે. તો હરજીવનભાઇ ખોપલા અને રમેશભાઇ વર્મા દ્વારા સરકાર અપાયો છે. જયારે કચ્છનાં લોકેશન માટે પત્રકાર કૌશિક કાંઠેચાએ જહેમત ઉઠાવી હતી.

કચ્છમાં કોરોના કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે માત્ર સાત આઠ જણના ક્રાઉડ સાથે સામાજીક અંતરનો ગાઇડ લાઇનનું પાલન કરી કચ્છમાં ત્રણ દિવસ રોકાઇને હેમંત ચૌહાણે કચ્છના સ્થાનો પર શૂટીંગ કર્યુ હતું અને કચ્છને નિહાળવાનો અમુલ્ય લ્હાવો ગણાવી.

કચ્છ માટે આવું દસ્તાવેજી કરણ કરવાનું રાજીપો વ્યકત કર્યો હતો. કચ્છની મહેમાનગતિ અને લોક સંસ્કૃતિનાં ભરપેટ વખાણ કર્યા હતાં. આવનારી અષાઢી બીજ કચ્છી નવા વરસે આ ગીત રીલીઝ કરાશે. આ શૂટીંગ વખતે કચ્છ અને કચ્છ બહાર વસ્તા કચ્છીઓ દેશ-વિદેશથી આ ગીતનું ઇન્તજાર કરાતો હોવાનું હેંમત ચૌહાણે જણાવ્યું હતું.

એકાદ વરસ પહેલા આ ગીતનું રેકોર્ડીંગ કરાયું હતું અને કચ્છનાં પ્રવાસનને આકર્ષે તેવા લખાયેલા આ ગીત માટે તેમણે એકપણ પૈસો લીધા વિના આ ગીતને કચ્છી-ગુજરાતી અને દેશ-દૂનિયામાં વસ્તા વતન પ્રેમીઓ માટે કચ્છ, કચ્છી, અને કચ્છીયત સભર આ ગીત માટે આનંદની લાગણી વ્યકત કરી હતી.

(11:36 am IST)