Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીના જાંબુડીયા નજીક કારખાનામાં એરપ્રેસરના કમ્પ્રેસર અકસ્માતમાં યુવાનનું મોત

અકસ્માતમાં અરબિંદકુમારને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું

મોરબીના જુના જાંબુડીયા નજીક આવેલ સિરામિક એકમમાં એરપ્રેસરના કમ્પ્રેસરના અકસ્માતમાં યુવાનને ઈજા તથા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના જુના જાંબુડીયા ગામ નજીક આવેલ વિન્ટોપ સિરામિક એકમમાં રહીને કામ કરતો અરબિંદકુમાર દીનદયાળસિંહ (ઉ.૩૦) ડીજી રૂમમાં ઓપરેટર તરીકે કામ કરતા હોય દરમિયાન મોડી રાત્રીથી સવારના સમય ગાળા દરમિયાન ડીજી રૂમમાં આવેલ એરપ્રેસરના કમ્પ્રેસરના અક્સમાત થતા અરબિંદકુમારને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:11 pm IST)