Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

માળિયા : ટ્રક પરથી કાબુ ગુમાવી દેતા ચાલકનું અકસ્માતમાં મોત

મોરબી માળિયા હાઈવે પર આવેલ ખીરઈ ગામના પાટિયા નજીક ટ્રકના ચાલકે ટ્રક પુર ઝડપે ચલાવીને ભેસ સાથે ભટકાડી ટ્રક પર કાબુ ગુમાવી દેતા આગળ જતા ટ્રક સાથે ભટકાડી ડીવાઈડર પર ચડાવી દેતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ કચ્છના અંજારના રહેવાસી મીતેશભાઇ રણછોડભાઈ માતાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છેકે આરોપી કમાલખાન બિલાલખાન સમેજા (ઉ.૨૪) (રહે-ઉદ્સીયાર રાજસ્થાનવાળા )એ પોતાના હવાલા વાળો ટ્રક જીજે ૧૨ બીવાય ૨૫૦૫ પુર ઝડપે મોરબી માળિયા હાઈવે પર ચલાવીને ખીરઈ ગામના પાટિયા નજીક ભેંસ સાથે અથડાવી ટ્રક પરથી કાબુ ગુમાવી આગળ જતા કોઈ અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ભટકાડી ટ્રકને ડીવાઈડર પર ચડાવી દેતા તેને શરીરે ઈજા થતા કમાલખાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:10 pm IST)