Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ઉપલેટા-ર, ધોરાજી-મોટી પાનેલીમાં-૧ાા, ગોંડલમાં-૧ ઇંચ વરસાદ

રાજકોટ જીલ્લામાં પણ હળવો-ભારે વરસાદ વરસ્યો : જેતપુરમાં વૃક્ષ ધરાશાયી

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ જીલ્લામાં પણ ઝાપટાથી માંડીને ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપલેટામાં-ર, ધોરાજીમાં દોઢ, ગોંડલ-વિંછીયામાં એક ઇંચ, કોટડાસાંગાણી, પડધરી, જેતપુર, જસદણ, લોધીકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ધોરાજી-ગોંડલ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જયારે જેતપુરમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને ડોબરીયા વાડી વિસ્તારમાં વૃક્ષ પડયું હતું.

ધોરાજી

ધોરાજી : વાયુ વાવાઝોડાની અસરમાં ભારે વરસાદની આગાહીને પગલે ગત રાત્રે ર-૩૦ કલાકથી સવાર સુધીમાં ૩૦ મીમી એટલે કે સવા ઇંચ જેટલો વરસાદ પડેલ છે અને અત્યારે વાદળો ઘેરાય ગયેલ છે અને આજે વધુ વરસાદ પડે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે તંત્રે પગલાઓ લીધા છે અને જામકંડોરણા પંથકમાં પણ એક ઇંચ જેટલો વરસાદ થવા પામેલ હતો. વરસાદને પગલે પરપ્રાન્તીઓ રોજીરોટી કમાવા ધોરાજી બસ સ્ટેન્ડમાં એમ.પી.ના મજુરો મજુરી કરવા રોજીરોટી કમાવા આવેલ છે.

જસદણ

જસદણ : જસદણ-વિંછીયા પંથકમાં વહેલી સવારથી વરસાદ પ્રારંભે ધીમીધારે અને ત્યાર બાદ એકધારો વરસાદ શરૂ થતાં ચોમાસુ શરૂ થયું હોવાનો અહેસાસ થયો હતો. આજે શાળાઓ બંધ અને વરસાદને લઇ ગામ બહારગામમાંથી સવારે દૂધ અને શાકભાજી વેંચતા લોકો પણ ન આવતા જરૂરીયાત દેખાણી હતી. નિયત સમયે ખુલતી દુકાનો અને કેટલાક કારખાના પણ આજે બંધ રહ્યા હતા. આજ સવારથી એક ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં વાવણી થઇ જવાના અણસાર દેખાયા છે. બંને પંથકમાં હજુ વરસાદ ચાલુ છે.

ઢાંક

ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કાલે સવારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો તેમજ આખો દિવસ ભારે પવન ફુંકાયો હતો ત્યાર બાદ રાત્રે ૧ વાગ્યાની આસપાસ પવન સાથે વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો હતો. લગભગ દોઢથી બે કલાક સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વાવણી લાયક વરસાદ થતાં લોકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.

ધોરાજી

ધોરાજી : ધોરાજીમાં ગઇકાલે રાતથી ભારે પવન સાથે મેધરાજાએ કસમ વરસાદની એન્ટ્રી કરતા આજે સવારેના આઠ વાગ્યા સુધી ૪૧ મી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ ગઇકાલ રાત્રીના ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તંત્રને શબ્દો રાખ્યું હતું તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ વ્યવસ્થિત જગ્યાએ જવા માટે સુચના આપવામાં આવી હતી અને ગઇકાલે રાત્રીના દસ વાગ્યા બાદ વરસાદનો પ્રારંભ થતાં જેમાં વરસાદની સાથે ભારે પવન પણ જોવા મળ્યો હતો જે આજે સવારના આઠ વાગ્યા સુધીમાં ૪૧ મીમી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

સિઝનનો પ્રથમ વરસાદ પોણા બે ઇંચ જેવો થતાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉકળાટ અને ગરમીમાં લોકો ત્રાસી ગયા હતાં જે વરસાદ અને પવનને કારણે ઠંડક હતા. લોકોમાં થોડી રાહત થઇ હતી અને ભીમ અગિયારસનો વરસાદનું મોત પહોંચવાનું હતું. ખેડૂતોને જણાવેલ કે જો પાછી જેવો વરસાદ થઇ ગયો હોય તો વાવણી કરી શકાત હજુ વરસાદ આવે એવી શકયતા છે. એપી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

શહેરમાં વરસેલા માત્ર પોણા બે ઇંચ વરસાદથી તંત્રની પોલ ખુલી પડવા પામી હતી. ધોરાજીમાં પોણા બે ઇંચ પાણી વરસતા વરસાદી પાણી ધોરાજી શહેરના રસ્તાઓ અને શેરીઓમાં ભરાયેલા જોવા મળ્યા હતાં.

ધોરાજીમાં તાજેતરમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થઇ ગયું હોય અને વરસાદી પાણીના નિકાલ માટે કોઇપણ જાતની વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી ન હોવાથી રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાતું હોવાનું મત લોકોએ રજૂ કર્યો હતો.

ધોરાજીમાં માત્ર પોણા બે ઇંચ વરસાદથી જો રસ્તાની શેરીઓમાં પાણી ભરાઇ જતા હોય તો હજુ ચોમાસુ આવવાનું બાકી છે અને ચોમાસાની સીઝનમાં જયારે વધારે વરસાદ થાય તો વરસાદી પાણીના નિકાલ માટેની તંત્ર દ્વારા ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી શેરીઓ અને રસ્તામાંથી પાણીનો નિકાલ થશે કે કેમ તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

મોટી પાનેલી

મોટી પાનેલી : વાયુ વાવાઝોડાના કોપમાંથી કુદરતે ગુજરાતને ઉગારી લીધું તે બદલ સમસ્ત ગુજરાતવાસીઓ ઇશ્વરના આભારી છે. ખૂબ જ ઝડપી પવન હોવા છતાં સરકારશ્રીની આગવી તૈયારીના ભાગરૂપે કોઇ જાનહાની કે મોટી તારાજીમાંથી ગુજરાત વાસીઓ હેમખેમ પાર ઉતરી ગયેલ છે ત્યારે વાવાઝોડા બાદ પધારેલ મેઘરાજાએ આજે મોટી પાનેલીમાં આખી રાત ધીમી ધારે પોતાનું વ્હાલ વરસાવ્યું હતું હજુ સવારે પણ છાંટા ચાલુ છે ધીમીધારે મેઘરાજા પધારતા લોકોના મુખ ઉપર પણ ખુશીની લહેર જોવા મળેલ છે અંદાજે દોઢ ઇંચ જેવો વરસાદ પડેલ હોવાનું અનુમાન છે. વાયુ વાવાઝોડાના સંભર્દે આજે પણ તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવેલ છે સાથે જ તંત્રએ નીચાણ વાળા વિસ્તારો ખાલી કરાવી સરકારી શાળાઓમાં વ્યવસ્થા કરાવી લોકોને ફુડ પેકેટ સાથે અન્ય જરૂરી સુવિધા પુરી પાડી હતી.

ધોરાજી

ધોરાજી તાલુકામાં વાયુ વાવાઝોડા પગલે તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલ લોકો માટે ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી ધોરાજીના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ચાવડા, ભાજપના અગ્રણી રસિકભાઇ ચાવડા જનકસિંહ જાડેજા, સહિતના સ્ટાફે સ્થળાંતર કરાયેલ લોકો માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી હતી.

(4:40 pm IST)