Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

સત્ય એકલ-દોકલ હોય છે તેમાં ભીડ ન હોયઃ પૂ.મોરારીબાપુ

કચ્છમાં આયોજીત ''માનસ અહિંસા'' શ્રીરામકથાનો સાતમો દિવસ

રાજકોટ તા. ૧૪ : ''સત્ય એકલ-દોકલ હોય છે તેમા ભીડ ન હોય'' તેમ પૂ.મોરારીબાપુએ કચ્છમાં આયોજીત ''માનસ અહિંસા''શ્રીરામકથાના સાતમા દિવસે કહ્યું હતું.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે શ્રીરામકથાના છઠ્ઠા દિવસે કહ્યું કે ધર્મ શ્રુતિવિદિત હોવો જોઇએ અને દરેક ધર્મો તપનું મહત્વ દર્શાવે  છે જૈન, ધર્મમાં તો ખુબ તપ છે. તપનો ઢગલો છે. અગાઉ પણ તપ હતું જ, પણ આજે ય જૈનોમાં ખુબ તપ છે. શારીરીક તપ એ અહિંસા છે જરૂર એ સાચુ પણ પોતપોતાના ધર્મની જ વાત કરીએ એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.

પૂ.મોરારીબાપુએ કહ્યું કે આપણે પરિસ્થિતિવશ ચાર પ્રકારની હિંસા કરીએ છીએ પણ બુદ્ધિતત્વને કારણે આપણને એ હિંસા નથી લાગતી સ્થુળ, સુક્ષ્મ, સુક્ષ્મતર અને સુક્ષ્મતમ એમ ચાર પ્રકારની હિંસા છે કોઇની હત્યા કરીએ જે સ્થૂળ હિંસા છે અને આ તો જગજાહેર છે. પણ બાકીની જે ત્રણ સુક્ષ્મ હિંસા છે એની આપણને ખબર નથી. નિંદા અનુ સુક્ષ્મ હિંસા  છે. ેઅને દ્વેષ એ સુક્ષ્મતમ હિંસા છે. આપણે કોઇને મનથી દુઃખ પહોંચાડીએ કે મનોભંગ કરીએ હિંસા છે તપોભંગ-કોઇની સાધના તપનો ભંગ કરવો એ હિંસા છે. વ્રતમાં પણ જડતા ન હોવી જઇએ જપોભંગ પણ હિંસા છે. કોઇ જપ કરતું હોય અને એને ભંગ થાય એવું વર્તન કરીએ તો એ પણ હિંસા છે. યશોભંગ-કોઇની કિર્તિ, ખ્યાતિ, યશનો ભંગ કરીએ તો એ હિંસા છે વચોભંગ કોઇની વાતનો ભંગ કરીએ તો એ પણ હિંસા છે. ગુરૂકૃપા કોઇ બુદ્ધપુરૂષના આશિષ તમને આ સુક્ષ્મહિંસાથી ઉગારશે જે સમર્પિત હોય એની પાસે કશું જ બચતું નથી. તે ર્સ્વસ્વ આપી દે છ.ે લૂંટાવી દેશે. પછી એની પાસે કશું હોતુ નથી ગુરૂ આ કામ કરે છે ગુરૂ આપણો ઘડો ભરતો નથી, ગુરૂ તો ઘડો ખાલી કરે છે. આપણી અંદર જે ભરેલું છે તેને ગુરૂ રિકત કરે છે.

(4:10 pm IST)