Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

માછીમારોને 3 કરોડથી વધુ નુકસાનનો અર્જૂન મોઢવાડિયાએ કર્યો દાવો

કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ દરિયા કિનારાની મુલાકાત લીધી

પોરબંદર :વાયુની આફત ગુજરાત પરથી ટળી ગઇ છે, વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. વાવાઝોડું ન આવતા લોકોને રાહત મળી છે. ત્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી.

 વાવાઝોડાને લઈને પોરબંદરના માછીમારોને નુકસાન થયુ છે. આ મામલે મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી કે, સરકાર દ્વારા આફત આવે ત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. તે પહેલા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી.

પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી અર્જુન મોઢવાડીયાએ માછીમારોને 3 કરોડના નુકસાનનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, બોટ તૂટવાથી અને તણાઈ જવાથી માછીમારોને 3 કરોડથી પણ વધુના નુકશાન થયું છે.

 અર્જૂન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, સરકાર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પણ તેમના માલ સામાન વિશે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેના કારણે માછીમારોને નુકસાન થયુ છે. માછીમારોને સરકાર દ્વારા માછીમારોને સહાય આપવામાં આવે તેવી માગ કરી છે.

(1:10 pm IST)