Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ભાડલાના બરવાળા ગામે જુગાર રમતા ૯ શખ્સો પકડાયાઃ રૂરલ એલસીબીનો દરોડો

રાજકોટ તા. ૧૪ : ભાડલાના બરવાળા ગામે રૂરલ ક્રાઇમબ્રાંચે રેઇડ કરી જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લીધા.

પોલીસ અધિક્ષક બલરામ મીનાના આદેશથી રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન. રાણા તથા પી.એસ.આઇ. એચ. એ. જાડેજાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પી.સી.ભોજાભાઇ રબારી, પી.સી. રહીમભાઇ દલ, તથા પી.એસ. હીતેશભાઇ અગ્રાવતનાઓએ ભાડલા પો.સ્ટ. વિસ્તારના બરવાળા ગામના પાદરમાં કુંડળી ગામ જવાના કાચા રસ્તે આવેલ પંચાયતના કુવાની ઓરડી પાસે ેડી.એસ.કરી તીનપતીનો જુગાર રમતા (૧) વિજય જેહાભાઇ નાગડકિયા (ર) ભરત નથુભાઇ રોજાસરા, (૩) જેન્તી દાહાભાઇ નાગડકિયા, (૪) વિજય દાહાભાઇ ડાભી (પ) જેન્તી દેવાભાઇ કુકડીયા (૬) જેન્તી દેવશીભાઇ  કુકડીયા (૭) મહેશ ધીરૂભાઇ ઝાપડીયા (૮) ભરત સોમાભાઇ ડાભી તથા (૯) દિનેશ ગોરધનભાઇ ખોખર રહે. બધા બરવાળા ગામ તાલુકો જસદણને રોકડ રૂ.૪૭,૩૦૦ તથા મોબાઇલ ફોન નંબર નંગ-ર કુલ કિંમત રૂપિયા ૧૦૦૦ મળી કુલ મુદામાલ રૂ.૪૮,૩૦૦ સાથે મળી આવતા તમામ આરોપીઓ કાયદેસરની કાર્યવાહી કરી ભાડલા પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે.

(1:05 pm IST)