Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

જૂનાગઢ મનપા કર્મચારી સંઘ દ્વારા નવનિયુકત મ્યુ. કમિશ્નરને શુભેચ્છા

જૂનાગઢ મ.ન.પા.ના નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાની નિમણૂક થતા જૂનાગઢ મહાનગરપાલિકા ઓફિસ કર્મચારી સંઘના હોદેદારોએ તેમજ કર્મચારી સંઘની પરંપરા પ્રમાણે નવનિયુકત મ્યુ. કમિશ્નરનુ પુષ્પગુચ્છ આપી અભિવાદન કરી શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ નરેન્દ્રભાઈ જેઠવા, મંત્રી દેવાભાઈ ગરચર, પ્રેસ મીડીયાના કન્વીર દેવાંગભાઈ જોષી, પ્રતિનિધિ વિશાલભાઈ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.

(11:59 am IST)