Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ધોરાજીમાં દુકાન સળગીઃ ૪ લાખનું નુકશાન

ધોરાજીનાં સ્ટેશન રોડ પર આવેલ સુપમ ગ્રાફીકસની દુકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોય તેવું અનુમાન છે. અંદાજે ચારેક લાખ રૂપિયાનું નુકશાન ઇલેકટ્રોનિક ઉપકરણો બાળીને ખાખ થયા છે. નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમના હરીભાઇ વૈષ્ણવ, સુરેશભાઇ વઘાસીયા તથા વિનુભાઇ ટાટમીયા દ્વારા સારી કામગીરી બજાવી હતી. કયાં કારણે આગ લાગી એ અંગે તપાસ હાથ ધરાય છે.

(11:58 am IST)