Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ધોરાજી પાસે મુસ્લિમ પરિવાર ઘાયલ

ધોરાજીઃ જેતપુર રોડ પર ૪ સવારી બાઈક ધડાકા સાથે ડિવાઈડર સાથે અથડાતા જેમા બાઈક ચાલક અયુબ ભયલાભાઈ ડફેર (જુણેજા) રહે. ધાણક ધાર પાસે તથા તેમના પત્નિ નગ્માબેન તથા રાવણીર (ઉ.વ. ૮) તથા રૂકસાના (ઉ.વ.૭)ને ગંભીર ઈજાઓ થતા સારવારમાં લવાયા હતા અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઈ સોલંકી સહિતનાઓએ માનવતા ધોરણે જૂનાગઢ દાખલ કરેલ હતા અને પુત્ર શબ્બીરને માથામાં ગંભીર ઈજાઓ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈ જવા અંગે તજવીજ હાથ ધરાઈ હતી અને બાદમાં ૧૦૮ના પરેશભાઈ ભીટ તથા પાયલોટ ભાવેશભાઈ રાઠોડએ ઘાયલોના અગત્યના કાગળો જૂનાગઢ જઈ તેઓને સાથે લાવેલ. આ બનાવ અંગે બીટ જમાદાર એચ.બી. ગરેજાએ તપાસ હાથ ધરી હતી.

(11:56 am IST)