Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

''તુ બહુ કમાણો'' ૧ર લાખ આપી દે ગળે કુહાડી રાખીને ભાવનગરના સંજય બારડને ધમકી

નીતીન પરમારની શોધખોળઃ પરિવારને પણ મારી નાખવાની ધમકી

ભાવનગર તા. ૧૪ : ભાવનગરમાં યુવાનની ઓફિસમાં ઘુસી એક શખ્સે રૂ.૧ર લાખની માંગણી કરી ઓફિસમાં તોડફોડ કરી પરિવારઓને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

બનાવની વિગતો એવી છેકે શહેરના ભરતનગર વિસ્તારમાં સીતારામનગર પ્લોટ નં. સી પપ માં રહેતા સંજયભાઇ પોપટભાઇ બારડ તેની ઓફીસે બેઠા હતા ત્યારે ભરતનગર વિસ્તારમાં રહેતા નીતીન પરમાર નામના શખ્સે ઓફીસમાં ઘુસી આવીને ગાળો ભાંડી ટેબલનો કાચફોડી રૂ.પ૦૦૦નું નુકસાન કરી તેની પાસે રહેલ કુહાડીને ગળા પર રાખી ''તુ બહુ કમાણો'' કહી રૂ.૧ર લાખની માગણી કરી એવી ધમકી આપી હતી કે જો રૂપિયા નહિ આપ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીસ તેમ કહી નાસી છુટયો હતો આ અંગે સંજયભાઇએ એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:28 pm IST)