Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

બાબરામાં જુદા જુદા ત્રણ સ્થળેથી રૂ. ૮.૩પ લાખનું બિનઅધિકૃત ૧૬૭૦૦ લીટર બાયોડિઝલ ઝડપાયું

બાબરા, તા. ૧૪ :  બાબરા નવનિયૂકત પી.એસ.આઇ. પી.એમ. મોરી દ્વારા જીઇ.આઇ.ડીસી.૧માં બાયો ડીઝલ નામક જવલશીલ પદાર્થનું વેચાણ અને ભારવાદકવારનો તથા પ્રાઇવેટ બસોમાં આવો પદાર્થ ઉપયોગમાં લેવામાં આવતો હોવાની બાતમીના આધારે ''અમી ઇન્ડસ્ટ્રીઝ'' નામક પેઢીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવા પામતા. ૮૬૦૦ લીટર બાયોડીઝલ કિંમત રૂ. ૪,૩૦,૦૦૦ સહિત ચાર ઇલેકટ્રીક મોટર ઝડપાવા પામેલ હતી.

જયારે અમરેલીથી દોડી આવેલી એલ.સી.બી. પોલીસ ટીમના કોન્સ. સંજય મકવાણા તથા કિશન હાડગરડા દ્વારા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રાજેશ ગોહીલ રહે. દેરડીના કબ્જામાંથી ૭૦૦૦ લીટર બાયોડીઝલ જથ્થો કિંમત રૂ. ૩,પ૦,૦૦૦ તથા બાબરા માર્કેટ યાર્ડ નજીકની ''મહાદેવ કૃપા'' નામક દુકાનમાંથી ૧૧૦૦ લીટર બાયોડીઝલ કિંમત રૂ. પપ૦૦૦ નો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસર કામગીરી હાથ ધરવા પામી છે.

બાબરા ખાતે બે દિવસ પહેલા નિયુકત  થયેલા ફોઝદાર પી.એન. મોરીના જણાવ્યા મુજબ બાયોડીઝલ નામક જવલશીલ પદાર્થનું વેચાણ સ્ટોક કરનારા આસામી પાસે માલખરીદી કે સ્ટોક પરમીશન અંગે કોઇ સાધનીક કાગળો મળી આવેલ છે હાલ સી.આર.પી.સી. કલમ-૧૦ર હેઠળ તમામ જથ્થો સીઝ કરી સ્થાનીક મામલતદાર સમક્ષ રીપોર્ટ કરી ધોરણસર કાર્યવાહી વેગવંતલી બતાવી હતી.

(4:28 pm IST)