Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોરબીમાં કરોડોનું બોગસ બીલીંગ કોૈભાંડ પકડાયું: કાવ્યા સિરામીકમાં તપાસમાં અન્ય કોઇએ ''કળા'' કર્યાનું ખુલ્યું

બે મહિનામાં ડોકયુમેન્ટમાં કરોડો રૂપિયાના ઇ-વે બીલ જનરેટ કર્યાનો ધડાકો... : કંપનીના નામે કોઇએ, રજીસ્ટ્રેશન કરાવ્યાનું બહાર આવતા ફોજદારી કરાઇઃ ત્રણની ધરપકડ

રાજકોટ તા.૧૪: રાજકોટ કચેરીના અન્વેષણ વિભાગના ડે. કમિશ્નર શ્રી હિતેષ વર્મા એ સપાટો બોલાવી મોરબીમાં પ્રાથમિક અંદાજ પ્રમાણે બે કરોડનું બોગસ બીલીંગ કોૈભાંડ ઝડપી લીધુ છે, હાલ વેટ તંત્ર તથા આ કેસમાં પોલીસ કેસ બન્યો હોય, પોલીસ પણ તપાસ કરી રહી છે, આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરાઇ હોવાનું બહાર આવ્યું છે.

આ કેસ અંગે મળતી વિગતો મુજબ થોડા દિવસો પહેલા ચોક્કસ બાતમી પરીથી, મોરબીની કાવ્યા સિરામીક પેઢી ઉપર દરોડા પાડયા હતા, જેમાં તપાસમાં બે મહિનામાં ડોકયુમેન્ટ  થયાનું અને માત્ર બે મહિનામાં કરોડો રૂ.ની ઇ-વે બીલ જનરેટ કર્યાનું ખુલ્યું હતું. આથી શ્રી વર્મા અને તેની ટીમે વિસ્તૃત તપાસ હાથ ધરતા, કાવ્યા સિરામીકના નામે મોરબીના જ ત્રણ શખ્સોએ વેટમાં રજીસ્ટ્રેશન કરાવી, કરોડો રૂપિયાના ઇ-વે બીલ જનરેટ કર્યાનું ખુલ્યું હતું.

ઉપરોકત પેઢીના નામે અન્ય કોઇ કળા કરી ગયું તે વિગતો બહાર આવતા ડે. કમિશ્નર શ્રી વર્મા ચોંકી ઉઠયા હતા,  અને આ અંગે પોલીસમાં ફરીયાદ કરાઇ હતી, પોલીસે અત્યંત ગુપ્તતાથી તપાસ હાથ ધરી અને ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે, હજુ તપાસ ચાલુ રાખી છે.

વેટ અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, હાલ પ્રાથમિક તપાસમાં ૨ કરોડનું બોગસ બીલીંગ ઉજાગર થયું છે, આ આંકડો વધી શકે છે. (૧.૨૧)

 

(4:23 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • રાજસ્થાનમાં સ્થાનિક સ્વરાજની 27 સીટ પરની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટે કી ટક્કર : કોંગ્રેસનો 11 બેઠકોમાં કબ્જો ;ભાજપનો 13 સીટમાં વિજય ;એક બેઠક એનસીપી અને બે સીટ પર અપક્ષનો વિજય થયો છે access_time 11:41 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST