Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ખંભાળીયા પાલિકા પ્રમુખપદે ભાજપના શ્વેતાબેન શુકલ-ઉપપ્રમુખ પી.એમ. ગઢવી

વિપક્ષ કોંગ્રેસના સભ્યોનો વોકઆઉટ કરીને રામધૂન બોલાવી

 ખંભાળીયા, તા. ૧૪ :. નગરપાલિકાની વર્તમાન બોડીના પ્રથમ પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની અઢી વર્ષની મુદત પુરી થતા આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોની ચૂંટણી આજરોજ ગુરૂવારે સવારે પાલિકા સભાગૃહ ખાતકે યોજાઈ હતી. જેમા ભારે ખેંચતાણ બાદ આગામી પ્રમુખ તરીકે શ્વેતાબેન શુકલ અને ઉપપ્રમુખ તરીકે પી.એમ. ગઢવીના નામોની વિધિવત રીતે જાહેરાત થઈ હતી.

ભાજપ શાસિત ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ કણજારીયા તથા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસના શાસનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી હોદેદારો તરીકેની ચૂંટણી આજરોજ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે અત્રે મ્યુ. ગાર્ડનમાં આવેલા પાલિકાના સભાગૃહ ખાતે પ્રાંત અધિકારી ડી.સી. જોશી તથા ચીફ ઓફિસર એ.કે. ગઢવીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

જીલ્લાના નેતાઓ દ્વારા ભાજપના સદસ્યોને છેલ્લી ઘડીએ આપવામાં આવેલા મેન્ડેટના કવરમાં આગામી પ્રમુખ તરીકે શ્વેતાબેન અમિતભાઈ શુકલનું નામ જાહેર થયુ હતુ. પ્રમુખ પદ માટે શ્વેતાબેન શુકલના નામની દરખાસ્ત પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દતાણીએ મુકી હતી. જેને શૈલેષભાઈ કણઝારીયાએ ટેકો આપ્યો હતો.

આમ આગામી વર્ષના હોદેદારો માટે ભારે લોબીંગ, ખેંચતાણ અને ભલામણોના દૌર વચ્ચે આજરોજ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે શ્વેતાબેન અમિતભાઈ શુકલ, ઉપપ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન તરીકે યુવા નેતા દિપેશભાઈ ગોકાણી, પક્ષના નેતા તરીકે હંસાબા ભીખુભા જેઠવા અને દંડક તરીકે કંચનબેન ભરતભાઈ નડીયાપરાની વરણી કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત સદસ્યોએ આવકારીને નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

પાલિકામાં કુલ ર૮ પૈકી ૧૯ સદસ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતી છે. જયારે નવ સભ્યોના સંખ્યાબળ સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધપક્ષની ભૂમિકા અદા કરવામાં આવે છે.

આજની પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં કોંગ્રેસના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાની ચૂંટણીના એજન્ડા પત્રમાં જે તે સમયે તા. ૧૪ મી જુનના ગુરૂવારના બદલે બુધવાર દર્શાવવામાં આવ્યો છે.

તા. ૧૩મી ના બુધવાર હોવાથી તારીપ અને વાર વચ્ચેની વિસંગતતાને કોંગી સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરોએ ગંભીર સદસ્યોએ વિરોધ દર્શાવી, મીટીંગમાંથી વોડ-આઉટ કરી ગયા હતા. આટલુ જ નહિ, પાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી, રોષ પણ વ્યકત કર્યો હતો.

આ ઉપરાંત આજની આ ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખી, નવા એજન્ડા સાથે પુનઃ ચૂંટણી કરવામાં આવે તે માટેની લેખીત માંગ પણ અધિકારીઓ પાસે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને જરૂર પડયે કાયદાકીય લડત આપવાની તૈયારી પણ દર્શાવી છે.

ખંભાળિયા નગરપાલિકાના આગામી નવા સુકાની એવા શ્વેતાબેન શુકલ તથા પી.એન. ગઢવીને કાર્યકરો હોદ્દેદારો આવકાર્યા હતા અને ફટાકડા ફોડી, હારતોરા કરીને અભિવાદન પણ કરાયું હતું.

(3:53 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST