Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોરબી પાલીકા ભાજપ પાસેથી કોંગ્રેસે છીનવી લીધી

પ્રમુખપદે કેતન વિલપરા, ઉપપ્રમુખ તરીકે એમુણાબેન મોવર ચુંટાયા

મોરબી, તા., ૧૪:  મોરબી નગર પાલીકામાં સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં સતાથી જોજનો દુર રહેલ કોંગ્રેસને અંતે અઢી વર્ષ બાદ ફરીથી સતા મેળવવામાં સફળતા મળી છે. આજે યોજાયેલા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના નેતાઓની કુટનીતી કામ કરી ગઇ છે અને ભાજપ પાસેથી સતા છીનવી કેતન વિલપરા નવા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમુણાબેન મોવર ચુંટાઇ આવ્યા છે.

મોરબી પાલીકાની વર્ષ ર૦૧પમાં સામાન્ય ચુંટણી યોજાયા બાદ અત્યાર સુધી પાલીકાની સ્થિતિ રાજકીય સમરાંગણ જેવી જ રહી છે. ભુતકાળ પર નજર કરીએ તો વર્ષ ર૦૧પમાં યોજાયેલ ચુંટણીમાં પાલીકાની બાવન સીટોમાંથી  કોંગ્રેસે ૩ર સીટો અને ભાજપે ર૦ સીટો મેળવી હતી. કોંગ્રેસને પાલીકામાં સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસના અસ્મિતાબેન કોરીંગા પ્રમુખ અને ફારૂકભાઇ મોટલાણી ઉપપ્રમુખ બન્યા હતા. પરંતુ કોંગ્રેસની સતા ૬ મહિના સુધી જ ટકી હતી. કોંગ્રેસના ૧ર સભ્યોએ બળવો કરી વિકાસ સમીતી બનાવી ભાજપના ટેકાથી પાલીકાની સતા મેળવી હતી.

વિકાસ સમિતિના પ્રમુખ નયનબેન રાજયગુરૂ અને ઉપપ્રમુખ અરજણભાઇ કંઝારીયા બન્યા હતા, પરંતુ તા. ૩૧-પ-ર૦૧૭ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અવિશવાસની દરખાસ્ત મુકતા વિકાસ સમિતિના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોને ટેકાથી પાલિકાની સતા હસ્તગત કરી હતી. હાલ પાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ જારીયા કાર્યરત રહ્યા હતા.

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે જવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના કૂટનીતિના તજજ્ઞોએ રાતભર મહેનત કરી ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લેવા રણનીતિ ઘડી કાઢી હતી અને પ્રમુખ પદે વોર્ડ નંબર ૮ના સભ્યો કેતન અમૃતલાલ વિલપરા અને ઉપપ્રમુખ પદ વોર્ડ નંબર ૧ ના સભ્ય એમુણાબેન ઠાકુરભાઇ મોવરની નિમણુંક કરી કોંગ્રેસે ભાજપ પાસેથી સતા છીનવી લેવામાં સફળતા મેળવી છે.

વિકાસ સમિતિના પ્રમુખ નયનાબેન રાજયગુરૂ અને ઉપપ્રમુખ અરજણભાઇ કંઝારીયા બન્યા હતાં. પરંતુ તા. ૩૧-પ-ર૦૧૭ના રોજ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા વિકાસ સમિતિના શાસનનો અંત આવ્યો હતો. ભાજપે કોંગ્રેસના બળવાખોર સભ્યોને ટેકાથી પાલિકાની સત્તા હસ્તગત કરી હતી. હાલ પાલિકા પ્રમુખ તરીકે ગીતાબેન કંઝારીયા અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ જારીયા કાર્યરત રહ્યા હતાં.

પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના કુટનીતિના તજજ્ઞોએ રાતભર મહેનત કરી ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લેવા રણનીતિ ઘડી કાઢી હતી અને પ્રમુખ પદે વોર્ડ નંબર ૮ના સભ્ય કેતન અમૃતલાલ વિલપરા અને ઉપપ્રમુખ પદે વોર્ડ નંબર-૧ના સભ્ય એમુણાબેન ગફૂરભાઇ મોવરની નિમણૂંક કરી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવામાં સફળતા મેળવી છે.

ઉલ્લેખનીય છે કે પાલિકામાં અગાઉ કોંગ્રેસના ૭ સભ્યોએ બળવો કરીને પક્ષ વિરૂદ્ધ પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરતા કોંગ્રેસે આ સાતેય સામે નામોદિષ્ટ અધિકારીને ફરીયાદ કરી હતી. જેથી નામોદિષ્ટ અધિકારીએ સાતેય સભ્યોને સસ્પેન્ડ દીધા હતા. તેથી આ સાતેય સભ્યો હાઇકોર્ટમાં અપીલ માટે ગયા હતા. આ અંગે ડેપ્યુટી કલેકટર એસ.જે. ખાચરે કહ્યું કે હાઇકોર્ટે આ સાતેય સભ્યોની અરજી ખારીજ કરી છે જેથી સાતેય સભ્યો બરતરફ જ રહે છે અને આજની ચૂટણીમાં તેઓ મતદાન કરી શકયા ન હતા.

આમ સોૈરાષ્ટ્રની સોૈથી મોટી મોરબી નગર પાલિકામાં કોંગ્રેસ ફરીથી સત્તા મેળવવામાં સફળ રહી છે. આજે પ્રમુખની ચૂંટણી પહેલા કોંગ્રેસ તરફથી પ્રમુખ તરીકે કે.પી. ભાગીયા અને ઉપપ્રમુખ તરીકે કંઝારીયાનું નામ ચર્ચાતુ હતું. પરંતુ અંતમાં કોંગ્રેસ તરફથી ફેરફાર કરીને પ્રમુખ પદે કેતન વિલપરા અને ઉપપ્રમુખ પદે એમુણાબેન મોવરના નામ પર ફાઇનલ મોહર લાગી હતી. આજની ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રમુખપદ માટે જયરાજસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ કોંગ્રેસનાઙ્ગસભ્યોએ પક્ષના આદેશ મુજબ એક જુટ થઇ મતદાન કરતા કોંગ્રેસના કેતન વિલપરા પ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા.

જયારે મોરબી પાલિકામાં સત્તા મેળવતાની સાથે કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા વગાડી જીતની ખુશી મનાવી હતી. તેમજ કોંગ્રેસે ફરીથી સત્તા મેળવ્યા બાદ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પાલિકામાં કોંગ્રેસ પારદર્શક અને પ્રજાલક્ષી શાસન આપશે તેવી ખાતરી આપી હતી.

(3:53 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST