Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મોરબીમાં પછાત વર્ગને જાતિના દાખલા કઢાવવા મામલતદાર કચેરીએ ધક્કા

મોરબી તા. ૧૪ : સેવા સદન કચેરીમાં ગરીબ પરિવારોને જાતિના દાખલા કઢાવવા માટે ધક્કા ખવડાવી યોગ્ય જવાબ આપવામાં આવતા ના હોય આ મામલે જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મામલતદાર કચેરીમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને જાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી અને ધક્કા ખવડાવે છે મામલતદાર દ્વારા અરજદારોને યોગ્ય જવાબ અપાતો નથી હાલ શાળામાં એડમીશન ચાલુ થયા છે અને જાતિના દાખલાના વાંકે બાળકોના એડમીશન અટકી શકે છે.

મામલતદાર કચેરી કલેકટર કચેરીને ખો આપી જવાબદારી ખંખેરી લે છે ત્યારે ગરીબ લોકો કયાં જાય તેમ જણાવીને કલાકો લાઈનમાં ઉભા રહેતા અરજદારોને જાતિના દાખલા કાઢી આપવામાં આવતા નથી જેથી આ ગરીબ પરિવારોને ન્યાય મળે તેવા પગલા ભરવાની માંગ કરી છે.

(12:42 pm IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST